Skip to main content

Posts

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

KHERGAM BRC KALA UTSAV  NEWS : નવસારી જિલ્લાનાં  ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ  28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.   જેમાં  ચિત્ર સ્પર્ધામાં   બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઉન્નતિ પટેલ  પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક,  બાળ કવિ સ્પર્ધામાં  નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઈશા પટેલ  પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃતિય ક્રમાંક,  સંગીત ગાયન સ્પર્ધા
Recent posts

DANG BRC KALA UTSAV NEWS : ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

  DANG BRC KALA UTSAV  NEWS : ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-વઘઇ સંચાલિત અને બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૦મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ ૧૬ કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ ૬૪ કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.  કલા (આર્ટ) એટલે કાંઇક નવું કરવુ, કલામા બાળક પોતાની અભિવ્યકિત પ્રસ્તુત કરે છે. કલાઓમા શ્રેષ્ઠ કલા ચિત્ર કલા છે. કલા બાળકના વ્યક્તિત્વ વિકાસમા એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એક બાળકમા કલાના પરિચયના કારણે બૌધ્ધિક ક્ષમતા સ્તર વધે છે. સર્જનાત્મકતામા વધારો થાય છે. આત્મવિશ્વાસ વધે છે. જે બાળકોમા ભણતર સિવાયની જે બીજી કલાઓ રહેલી છે તેને પ્રેરણા મળે છે, તથા તેઓ તેમને ગમતા ક્ષેત્રમા આગળ વધે છે. આ આહવા ખાતે યોજાયેલ કલા ઉત્સવનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર

Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.

  Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો. ગરવી ગુજરાત થીમ આધારિત તા.23.09.2024 ના સોમવારના દિને BRC કક્ષાએ  કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા અને બાળ કવિ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક શાળા હરણગામના  રોનક કિરીટભાઈ પટેલ સંગીત વાદનમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. ગાયન સ્પર્ધામાં પ્રિન્સ અભિમન્યુ હળપતિ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને સી.આર.સી.શ્રી.કૉ. ઓ. ફડવેલ, બી.આર.સી.શ્રી.કૉ. ઓ. ચીખલી તા.પ્રા.શિ.શ્રી ચીખલી, પ્રમુખ શ્રી ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તમામ હોદ્દેદારો, ચીખલી શિક્ષક પરિવાર ગ્રૂપ પે સેન્ટર રાનકુવા શિક્ષક પરિવાર ,હરણગામના ગ્રામજનો ,શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ હરણગામ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિજેતા થયેલ બાળકો અને એમને પ્રોત્સાહન અને તાલીમ આપી તૈયાર કરનાર સારસ્વત ભાઈ શ્રી સુનિલભાઈ , સાથી કલાકાર શ્રી ટ્વિન્કલભાઈ , મંજીરા વાદક વિદ્યાર્થી પ્રિન્સ પટેલનો શાળા પરિવાર સાભિનંદન સાથે આભાર માને છે.

Morbi: મોરબીની પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છતા હી સેવા અને એક પેડ મા કે નામ અભિયાનની ઉજવણી કરાઈ.

Morbi: મોરબીની પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છતા હી સેવા અને એક પેડ મા કે નામ અભિયાનની ઉજવણી કરાઈ. મોરબીમાં ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત વિવિધ પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છતા ની થીમ અન્વયે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને ‘એક પેડ મા કે નામ’ અન્વયે રોપાઓનું વાવેતર પણ કરાયું હતું. મોરબીમાં વિવિધ શાળાઓમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરની વિવિધ પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છતા સંદર્ભે ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા સહિતની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. ત્યારે મોરબીની મેઘાણીવાડી શાળામાં શાળાના શિક્ષકો અને બાળકો દ્વારા સામુહિક સાફ સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત બાળકો દ્વારા રોપાઓનું વાવેતર કરી ‘એક પેડ મા કે નામ’ અભિયાનની પણ ઉજવણી કરવામાં આવી હતી. શાળામાં જન્મ દિને બાળકોએ રોપાઓનું વાવેતર કરી અનોખી રીતે જન્મ દિવસની ઉજવણી કરી હતી.

Navsari: કેન્દ્ર કક્ષાનો કલા મહોત્સવ પેરા પ્રા.શાળા, મુકામે યોજાયો.

   Navsari: કેન્દ્ર કક્ષાનો કલા મહોત્સવ પેરા પ્રા.શાળા, મુકામે યોજાયો. તા. 19 મી સપ્ટેમ્બર 2024 ના રોજ કેન્દ્ર કક્ષાનો કલા મહોત્સવ પેરા પ્રા.શાળા, મુકામે યોજાયો હતો.જેમાં પ્રાથમિક શાળા મોલધરા ના બાળકોએ  ચિત્રકલા, બાળકવિ, સંગીત ગાયન અને વાદન સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં  💐 ચિત્રસ્પર્ધા -   નિધિ રાઠોડ પ્રથમ 🥇 💐 વાદન સ્પર્ધા - અભય રાઠોડ પ્રથમ 🥇 💐 બાળકવિ - મુમતાઝ ભૈયાત  દ્વિતીય🥈 💐 ગાયન સ્પર્ધા  આપુશી રાઠોડ તૃતીય ક્રમ મેળવ્યો હતો. ભાગ લેનાર તમામ બાળકોને માર્ગદર્શન આપનાર શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન. અને બ્લોક લેવલ સ્પર્ધા માટે શુભેચ્છા. વિજેતા બાળકોને સી.આર.સી તરફથી પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તા. 19 મી સપ્ટેમ્બર 2024 ના રોજ કેન્દ્ર કક્ષાનો કલા મહોત્સવ પેરા પ્રા.શાળા, મુકામે યોજાયો હતો.જેમાં પ્રાથમિકશાળા મોલધરા... Posted by  Moldhara Primaryschool  on  Saturday, September 21, 2024

નવસારી વિજલપોર અને ગણદેવી નગપાલિકા દ્વારા 'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત સ્વચ્છ શાળા હરીફાઈ યોજાઇ

નવસારી વિજલપોર અને ગણદેવી નગપાલિકા દ્વારા 'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત સ્વચ્છ શાળા હરીફાઈ યોજાઇ 'સ્વભાવ સ્વચ્છતા - સંસ્કાર સ્વચ્છતા'  ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજી બાળકોને સ્વચ્છતા જાળવવા અંગે જાગૃત કરાયા નવસારી,તા.૨૧: સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ નવસારી વિજલપોર નગપાલિકા દ્વારા સ્વચ્છતા હી શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ યોજી બાળકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગણદેવી નગરપાલિકા દ્વારા 'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત શૈક્ષણિક સંસ્થાની ભાગીદારી દ્વારા શાળામાં  નિબંધ લેખન, ચિત્રકામ અને સ્વચ્છતા રેલીનું આયોજન કરાયું હતું. ગણદેવી નગરપાલિકા ખાતે કારોબારી ચેરમેનશ્રી,આરોગ્ય ચેરમેનશ્રી, બાંધકામ ચેરમેનશ્રી પ્રેરક હાજર રહી બાળકોને  સ્વચ્છતા જાળવવા પ્રેરિત કર્યા હતા. બન્ને નગરપાલિકા ખાતે શાળામાં બાળકો અને શિક્ષકોએ શાળા કેમ્પસની સામુહિક સફાઇ કરી સ્વચ્છતા જાળવવાનો સંદેશ પાઠવ્યો હતો. 

Khergam news : ખેરગામ કુમાર શાળા ખાતે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.

  Khergam news : ખેરગામ કુમાર શાળા ખાતે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન  યોજાયું. તારીખ 12-09-2024નાં દિને ખેરગામ તાલુકાની  ખેરગામ કુમાર શાળા ખાતે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024 યોજાયું હતું. જેમાં ખેરગામ સી.આર.સી.માં સમાવિષ્ટ પ્રાથમિક શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં વિભાગ ૧ આહાર, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા, વિભાગ ૨ પરિવહન અને સંચાર, વિભાગ 3 પ્રાકૃતિક ખેતી, વિભાગ ૪ મેથેમેટિકલ મોડેલિંગ અને કોમ્પ્યુટેશનલ થીંકીંગ અને વિભાગ ૫ (બ) સંસાધન વ્યવસ્થાપનની કૃતિઓ પ્રદર્શિત થઈ હતી. જેમાં વિજેતા કૃતિઓમાં ખેરગામ કુમાર શાળા, ખેરગામ કન્યા શાળા, વાડ મુખ્ય પ્રાથમિક શાળા, ખાખરી ફળિયા પ્રાથમિક શાળા  અને વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળાનો સમાવેશ થાય છે.  આ  ગણિત વિજ્ઞાન  પ્રદર્શનમાં ખેરગામ સીઆરસી/HTAT કિરીટભાઇ પટેલ, ખેરગામ BRC વિજયભાઈ પટેલ, ખેરગામ તાલુકા કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઈ પટેલ, કન્યાશાળા HTAT ભરતભાઈ સુથાર, બહેજ સીઆરસી/HTAT અલ્પેશભાઈ પટેલ, ખેરગામ સીઆરસીના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ બાળ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા. તમામ વિભાગમાં પ્રથમ ક્રમે આવેલ તમામ કૃતિના બાળ વૈજ્ઞાનિકોને ખેરગામ સીઆરસ