બહેજ પ્રાથમિક શાળાના બાળકોનો ખેરગામ તાલુકા કક્ષાની અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવમાં શાનદાર દેખાવ તારીખ 31 જુલાઈ, 2025ના ગુરુવારે ખેરગામ તાલુકા કક્ષાની અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ સ્પર્ધા ચીમનપાડા ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં બહેજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ઉજ્જવળ પ્રદર્શન કરીને શાળા અને ગામનું નામ રોશન કર્યું. કુલ 13 બાળકોએ આ સ્પર્ધામાં વિજેતા બનીને શાનદાર સફળતા હાંસલ કરી. જેમાં 7 બાળકોએ પ્રથમ, 2 બાળકોએ દ્વિતીય અને 4 બાળકોએ તૃતીય સ્થાન મેળવ્યું. વિજેતા બાળકોની યાદી: 100 મીટર દોડ : દર્પણ હરીશભાઈ પટેલ - તૃતીય દિશા મહેશભાઈ પટેલ - તૃતીય 200 મીટર દોડ : પ્રિતેશ જીજ્ઞેશભાઈ પટેલ - દ્વિતીય ધ્રુવી દિનેશભાઈ બોરછા - પ્રથમ 400 મીટર દોડ : જૈનિશ હિમંતભાઈ પટેલ - દ્વિતીય નિધી બળવંતભાઈ પટેલ - પ્રથમ 600 મીટર દોડ : મિત મહેશભાઈ ગાયકવાડ - પ્રથમ ત્વેશા અજયભાઈ પટેલ - પ્રથમ લાંબી કૂદ : તન્વી રાજુભાઈ બોરછા - પ્રથમ ઉંચી કૂદ : યંશ રાકેશભાઈ વાઢિયા - પ્રથમ નિશા મહેશભાઈ પટેલ - પ્રથમ ચક્ર ફેંક : કૃષાગ જયેશભાઈ સાવરા - તૃતીય ગોળા ફેંક : કૃષાગ જયેશભાઈ સાવરા - તૃતીય ખેરગામ તાલુકા પ્રાથમિક શિક...
**કલા મહાકુંભ 2025-26: નાંધઈની દીકરીઓની શાનદાર સિદ્ધિ** ખેરગામ તાલુકામાં “કલા મહાકુંભ 2025-26” અંતર્ગત જનતા હાઇસ્કૂલ ખાતે યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં નાંધઈ પ્રાથમિક શાળાની બે વિદ્યાર્થીનીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. ધોરણ 8ની માનસી આશિષભાઈ પટેલે નિબંધ લેખનમાં અને ધોરણ 6ની દ્રષ્ટિ ભાવેશભાઈ પટેલે વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી શાળા અને ગામનું નામ રોશન કર્યું. આ સ્પર્ધાઓનો મુખ્ય ઉદ્દેશ કલા, સાહિત્ય અને સંસ્કૃતિના વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો. માનસી અને દ્રષ્ટિએ પોતાની પ્રતિભા અને અભિવ્યક્તિથી બધાને પ્રભાવિત કર્યા. હવે આ બંને દીકરીઓ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ખેરગામ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. શાળા પરિવાર, શિક્ષકો અને નાંધઈ ગામના લોકોએ બંને વિજેતાઓને શુભેચ્છાઓ પાઠવી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી. આ સિદ્ધિ નવસારી જિલ્લા અને ખેરગામ તાલુકા માટે ગૌરવની ક્ષણ છે!