Skip to main content

Posts

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી: 'શિક્ષક પ્રતિષ્ઠા' પેનલનો ગૌરવપૂર્ણ વિજય!

 નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી: 'શિક્ષક પ્રતિષ્ઠા' પેનલનો ગૌરવપૂર્ણ વિજય! તારીખ: ૫ ઓક્ટોબર, ૨૦૨૫    સ્થળ: કોળી સમાજ વાડી, ખડસુપા બોડીંગ, ખડસુપા, તા.જિ. નવસારી શિક્ષણના ક્ષેત્રમાં નવસારી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોની સંગઠિત શક્તિનું પ્રતિનિધિત્વ કરતી નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી આજે ભવ્ય રીતે પૂર્ણ થઈ. આ ઐતિહાસિક ઘટના કોળી સમાજ વાડી, ખડસુપા બોડીંગ ખાતે યોજાઈ, જ્યાં ગણદેવીના અજુવેન્દ્ર પટેલની આગેવાની હેઠળની  'શિક્ષક પ્રતિષ્ઠા' પેનલ એ અદ્ભુત વિજય મેળવ્યો. આ વિજય માત્ર એક પેનલની જીત નથી, પરંતુ શિક્ષક વર્ગની એકતા અને તેમની પસંદગીની મજબૂત અભિવ્યક્તિ છે. ચૂંટણીની વિગતો: સ્પર્ધા અને વિજયની કથા આ ચૂંટણીમાં સંઘના મહત્વના પદો માટે મતદાન યોજાયું હતું, જેમાં  પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, કોષાધ્યક્ષ અને ખજાનચી ના ઉમેદવારોની ચૂંટણીનો સમાવેશ થતો હતો. બંને પેનલો – 'શિક્ષક પ્રતિષ્ઠા' અને શિક્ષક સમર્પિત – ના ઉમેદવારો અત્યંત સક્ષમ અને અનુભવી હતા. તેમ છતાં, શિક્ષક સમુદાયે તેમની વિઝન અને કાર્યક્ષમતા પર આધારિત પસંદગી કરી, અને 'શિક્ષક પ્રતિષ્ઠા' પેનલના ...

બહેજ પ્રાથમિક શાળાના બાળકોનો ખેરગામ તાલુકા કક્ષાની અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવમાં શાનદાર દેખાવ

   બહેજ પ્રાથમિક શાળાના બાળકોનો ખેરગામ તાલુકા કક્ષાની અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવમાં શાનદાર દેખાવ તારીખ 31 જુલાઈ, 2025ના ગુરુવારે ખેરગામ તાલુકા કક્ષાની અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ સ્પર્ધા ચીમનપાડા ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં બહેજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ઉજ્જવળ પ્રદર્શન કરીને શાળા અને ગામનું નામ રોશન કર્યું. કુલ 13 બાળકોએ આ સ્પર્ધામાં વિજેતા બનીને શાનદાર સફળતા હાંસલ કરી. જેમાં 7 બાળકોએ પ્રથમ, 2 બાળકોએ દ્વિતીય અને 4 બાળકોએ તૃતીય સ્થાન મેળવ્યું. વિજેતા બાળકોની યાદી: 100 મીટર દોડ : દર્પણ હરીશભાઈ પટેલ - તૃતીય દિશા મહેશભાઈ પટેલ - તૃતીય 200 મીટર દોડ : પ્રિતેશ જીજ્ઞેશભાઈ પટેલ - દ્વિતીય ધ્રુવી દિનેશભાઈ બોરછા - પ્રથમ 400 મીટર દોડ : જૈનિશ હિમંતભાઈ પટેલ - દ્વિતીય નિધી બળવંતભાઈ પટેલ - પ્રથમ 600 મીટર દોડ : મિત મહેશભાઈ ગાયકવાડ - પ્રથમ ત્વેશા અજયભાઈ પટેલ - પ્રથમ લાંબી કૂદ : તન્વી રાજુભાઈ બોરછા - પ્રથમ ઉંચી કૂદ : યંશ રાકેશભાઈ વાઢિયા - પ્રથમ નિશા મહેશભાઈ પટેલ - પ્રથમ ચક્ર ફેંક : કૃષાગ જયેશભાઈ સાવરા - તૃતીય ગોળા ફેંક : કૃષાગ જયેશભાઈ સાવરા - તૃતીય  ખેરગામ તાલુકા પ્રાથમિક શિક...

*કલા મહાકુંભ 2025-26: નાંધઈની દીકરીઓની શાનદાર સિદ્ધિ**

          **કલા મહાકુંભ 2025-26: નાંધઈની દીકરીઓની શાનદાર સિદ્ધિ** ખેરગામ તાલુકામાં “કલા મહાકુંભ 2025-26” અંતર્ગત જનતા હાઇસ્કૂલ ખાતે યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં નાંધઈ પ્રાથમિક શાળાની બે વિદ્યાર્થીનીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. ધોરણ 8ની માનસી આશિષભાઈ પટેલે નિબંધ લેખનમાં અને ધોરણ 6ની દ્રષ્ટિ ભાવેશભાઈ પટેલે વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી શાળા અને ગામનું નામ રોશન કર્યું. આ સ્પર્ધાઓનો મુખ્ય ઉદ્દેશ કલા, સાહિત્ય અને સંસ્કૃતિના વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો. માનસી અને દ્રષ્ટિએ પોતાની પ્રતિભા અને અભિવ્યક્તિથી બધાને પ્રભાવિત કર્યા. હવે આ બંને દીકરીઓ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ખેરગામ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. શાળા પરિવાર, શિક્ષકો અને નાંધઈ ગામના લોકોએ બંને વિજેતાઓને શુભેચ્છાઓ પાઠવી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી. આ સિદ્ધિ નવસારી જિલ્લા અને ખેરગામ તાલુકા માટે ગૌરવની ક્ષણ છે!

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત શ્રી અરવિંદભાઈ ગામીતને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. તાપી જિલ્લાનું શૈક્ષણિક ક્ષેત્ર હંમેશાં પ્રગતિશીલ રહ્યું છે અને તેમાં મહાન ભૂમિકા નિભાવનાર એક પ્રભાવશાળી શૈક્ષણિક યોદ્ધા છે—શ્રી અરવિંદભાઈ ગામીત. વ્યારા તાલુકાના ઝાંખરી ગામના વતની અરવિંદભાઈએ શિક્ષણ ક્ષેત્રે અવિરત પરિશ્રમ અને સમર્પણથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે. શૈક્ષણિક સફરનો પ્રારંભ શ્રી અરવિંદભાઈ ગામીતની પ્રથમ નિમણૂક 1993માં તાપી જિલ્લાના નિઝર (હાલ કુકરમુંડા) તાલુકાની પિશાવર પ્રાથમિક શાળામાં થઈ હતી. તે સમયે શાળામાં માત્ર ધોરણ 1 થી 4 ની વર્ગશાળા હતી અને તેઓ એકમાત્ર શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઘણી પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયત્નો કર્યા. શૈક્ષણિક વિકાસ અને ભૂમિકા 1998માં તેઓ ઉચ્છલ તાલુકામાં બદલી પામ્યા, જ્યાં તેમણે શિક્ષણક્ષેત્રે વધુ સુધારા અને નવાચર લાવ્યા. તેમના શૈક્ષણિક પ્રભાવને ઓળ...

ખેરગામ કુમાર શાળામાં આનંદ મેળો : શિક્ષણ અને મજા એકસાથે!

         ખે રગામ કુમાર શાળામાં આનંદ મેળો : શિક્ષણ અને મજા એકસાથે! શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું સીમિત નથી, પરંતુ જીવન સાથે જોડાયેલો અનૂભવ પણ એટલો જ મહત્વનો છે. ખેરગામ કુમાર શાળામાં આયોજિત  આનંદ મેળો  એ તેનું ઉત્તમ ઉદાહરણ છે. વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને સુંદર આયોજન આ મેળામાં શાળાનાં વિદ્યાર્થીઓએ વિવિધ વાનગીઓના સ્ટોલ તૈયાર કર્યા, જેમાં તેઓએ પોતાના હસ્તકૌશલ્ય અને ગાણિતિક બુદ્ધિનો ઉપયોગ કર્યો.  વિદ્યાર્થીઓએ ન માત્ર સ્વાદિષ્ટ વાનગી રજૂ કર્યું, પરંતુ વેચાણ દ્વારા આર્થિક વ્યવહાર અને વ્યવસાયિક કુશળતા પણ મેળવી. શિક્ષકો અને મહેમાનોનો સાથ આ અવસરને ખાસ બનાવવા માટે શાળાનાં આચાર્યશ્રી  પ્રશાંતભાઈ પટેલ ,  ખેરગામ બી.આર.સી. વિજયભાઈ પટેલ , શાળાનાં શિક્ષકો અને અન્ય સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સૌએ બાળકોની મહેનતને પ્રોત્સાહિત કરી અને તેમની વાનગીઓનો સ્વાદ માણ્યો. જીવન કૌશલ્ય અને ગાણિતિક કુશળતાનો વિકાસ આવા પ્રયોગશીલ શિક્ષણ દ્વારા બાળકો  મૂળભૂત ગણિત, ખર્ચ-આવકનું મેનેજમેન્ટ, ખરીદ-વેચાણની સમજૂતી અને વ્યવસાયિક કુશળતા  વિકસાવે છે. ઉપરાંત, સામાજિક કૌશલ્ય...

Khergam news : પ્રાથમિક શિક્ષણમાં નવી દિશા: GCERT માર્ગદર્શિત અંગ્રેજી (અજમાયશી) વિષયની તાલીમ યોજાઈ.

 Khergam news : પ્રાથમિક શિક્ષણમાં નવી દિશા: GCERT માર્ગદર્શિત અંગ્રેજી (અજમાયશી) વિષયની તાલીમ યોજાઈ. તારીખ:- 12/12/2024 તાલીમ નું સ્થળ :- નાંધઈ પ્રાથમિક શાળા માર્ગદર્શન :- GCERT ગાંધીનગર  સ્થાનિક માર્ગદર્શક :- જિલ્લા શિક્ષણ તાલીમ ભવન , નવસારી  તારીખ :- 11/12/2024 ,વાર:- બુધવાર થી 12/12/2024 , વાર :- ગુરુવાર સુધી "ધોરણ 5 અંગ્રેજી વિષય અજમાયશી" બે દિવસીય તાલીમ GCERT ના માધ્યમ થી જીલ્લા શિક્ષણ તાલીમ ભવન , નવસારી દ્વારા "નાંધઈ પ્રાથમિક શાળા " ખાતે યોજાઈ હતી. જેમાં, વર્ગસંચાલકશ્રી  ડાયેટના સિનિયર લેક્ચરર શ્રી રાજેશભાઈ પટેલ અને ખેરગામ તાલુકાના BRC શ્રી વિજયભાઈ પટેલ મહત્વપૂર્ણ માર્ગદર્શન અને વિષય સંબંધિત દોરવણીના આધારે તેમજ પ્રથમ દિવસે વિજયભાઈ દ્વારા પ્રાર્થના અને ભજન ગાઈ અને દ્વિતીય દિવસે અંગ્રેજી પ્રાર્થના અને ભજન કરી પ્રેકટીકલ વાતાવરણ અને ભાવાવરણ ઉભુ કરી શુભ શરૂઆત કરવામાં આવી. જેમાં એક દિવસે  બાયસેગના માધ્યમથી GCERT દ્વારા તાલીમ વિશે તાલીમના અનુસંધાને ઓનલાઇન  કાર્યક્રમ  રોજે 11 થી 12 એમ કુલ 1 કલાક સુધી માહિતી મેળવ્યા પછી.., ત્યારબાદ  ડાયેટ ના સિનિયર ...