Khergam news : પ્રાથમિક શિક્ષણમાં નવી દિશા: GCERT માર્ગદર્શિત અંગ્રેજી (અજમાયશી) વિષયની તાલીમ યોજાઈ. તારીખ:- 12/12/2024 તાલીમ નું સ્થળ :- નાંધઈ પ્રાથમિક શાળા માર્ગદર્શન :- GCERT ગાંધીનગર સ્થાનિક માર્ગદર્શક :- જિલ્લા શિક્ષણ તાલીમ ભવન , નવસારી તારીખ :- 11/12/2024 ,વાર:- બુધવાર થી 12/12/2024 , વાર :- ગુરુવાર સુધી "ધોરણ 5 અંગ્રેજી વિષય અજમાયશી" બે દિવસીય તાલીમ GCERT ના માધ્યમ થી જીલ્લા શિક્ષણ તાલીમ ભવન , નવસારી દ્વારા "નાંધઈ પ્રાથમિક શાળા " ખાતે યોજાઈ હતી. જેમાં, વર્ગસંચાલકશ્રી ડાયેટના સિનિયર લેક્ચરર શ્રી રાજેશભાઈ પટેલ અને ખેરગામ તાલુકાના BRC શ્રી વિજયભાઈ પટેલ મહત્વપૂર્ણ માર્ગદર્શન અને વિષય સંબંધિત દોરવણીના આધારે તેમજ પ્રથમ દિવસે વિજયભાઈ દ્વારા પ્રાર્થના અને ભજન ગાઈ અને દ્વિતીય દિવસે અંગ્રેજી પ્રાર્થના અને ભજન કરી પ્રેકટીકલ વાતાવરણ અને ભાવાવરણ ઉભુ કરી શુભ શરૂઆત કરવામાં આવી. જેમાં એક દિવસે બાયસેગના માધ્યમથી GCERT દ્વારા તાલીમ વિશે તાલીમના અનુસંધાને ઓનલાઇન કાર્યક્રમ રોજે 11 થી 12 એમ કુલ 1 કલાક સુધી માહિતી મેળવ્યા પછી.., ત્યારબાદ ડાયેટ ના સિનિયર ...
શિક્ષકનો જીવ બચાવવા 13 વર્ષની આદિવાસી દીકરીએ શહીદી વ્હોરી. વાત છે. જયપુર રાજ્યના ડુંગરપુર જિલ્લાની 13 વર્ષની દીકરી કાલીબાઈની. તેમણે નાની ઉંમરે શિક્ષકનો જીવ બચાવવા શહીદી વ્હોરી તેની કહાની અહીં રજૂ કરવામાં આવી છે. આઝાદી પહેલા જ્યારે રાજસ્થાનના આદિવાસી વિસ્તારોમાં એક ષડયંત્ર હેઠળ અત્યાચારના અંધકારથી શિક્ષણનો પ્રકાશ ઓલવાઈ રહ્યો હતો. શાળાઓને તાળાં મારવામાં આવ્યા હતા અને શિક્ષકોને ખેંચીને મારવામાં આવ્યા હતા. સરકારી આતંકવાદના એ વાતાવરણમાં રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના નાનકડા ગામ રસ્તાપાલની કાલીબાઈ ભીલ પોતાના ગુરુને બચાવવા હાથમાં દાતરડી લઈને સરકારી સૈનિકો સાથે એકલા લડ્યા હતાં. રસ્તાપાલ ગામની શાળાના શિક્ષક સેંગાભાઈનો જીવ બચાવતી વખતે કાલીબાઈ ભીલ તે સમયના જુલમી શાસનની ગોળીઓનો ભોગ બન્યા હતા. તેમણે 20 જૂન 1947ના રોજ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. ગત મંગળવારે કાલીબાઈ ભીલનો બલિદાન દિવસ હતો, પરંતુ ન તો કાલીબાઈ ભીલના બલિદાનને સરકારી શાળાઓમાં યાદ કરવામાં આવ્યું કે ન તો આદિવાસીઓના ભલા માટે લડતી સંસ્થાઓમાં તેની ચર્ચા થઈ. રાજસ્થાનમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા ...