Skip to main content

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી: 'શિક્ષક પ્રતિષ્ઠા' પેનલનો ગૌરવપૂર્ણ વિજય!

 નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી: 'શિક્ષક પ્રતિષ્ઠા' પેનલનો ગૌરવપૂર્ણ વિજય! તારીખ: ૫ ઓક્ટોબર, ૨૦૨૫    સ્થળ: કોળી સમાજ વાડી, ખડસુપા બોડીંગ, ખડસુપા, તા.જિ. નવસારી શિક્ષણના ક્ષેત્રમાં નવસારી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોની સંગઠિત શક્તિનું પ્રતિનિધિત્વ કરતી નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી આજે ભવ્ય રીતે પૂર્ણ થઈ. આ ઐતિહાસિક ઘટના કોળી સમાજ વાડી, ખડસુપા બોડીંગ ખાતે યોજાઈ, જ્યાં ગણદેવીના અજુવેન્દ્ર પટેલની આગેવાની હેઠળની  'શિક્ષક પ્રતિષ્ઠા' પેનલ એ અદ્ભુત વિજય મેળવ્યો. આ વિજય માત્ર એક પેનલની જીત નથી, પરંતુ શિક્ષક વર્ગની એકતા અને તેમની પસંદગીની મજબૂત અભિવ્યક્તિ છે. ચૂંટણીની વિગતો: સ્પર્ધા અને વિજયની કથા આ ચૂંટણીમાં સંઘના મહત્વના પદો માટે મતદાન યોજાયું હતું, જેમાં  પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, કોષાધ્યક્ષ અને ખજાનચી ના ઉમેદવારોની ચૂંટણીનો સમાવેશ થતો હતો. બંને પેનલો – 'શિક્ષક પ્રતિષ્ઠા' અને શિક્ષક સમર્પિત – ના ઉમેદવારો અત્યંત સક્ષમ અને અનુભવી હતા. તેમ છતાં, શિક્ષક સમુદાયે તેમની વિઝન અને કાર્યક્ષમતા પર આધારિત પસંદગી કરી, અને 'શિક્ષક પ્રતિષ્ઠા' પેનલના ...

Bharuch|Amod: કોલવણાના શિક્ષક યાકુબ ઉઘરાતદારને જાયન્ટસ ગ્રુપ દ્વારા ગુજરાતશિક્ષક ગૌરવ સન્માનથી સન્માનિત કર્યા

                                    

Bharuch|Amod: કોલવણાના શિક્ષક યાકુબ ઉઘરાતદારને જાયન્ટસ ગ્રુપ દ્વારા ગુજરાતશિક્ષક ગૌરવ સન્માનથી સન્માનિત કર્યા

કોલવણા ગામ ના શિક્ષક ને જાયન્ટસ ગ્રુપ ઓફ કલોલ મેઈન દ્વારા ગુજરાત શિક્ષક ગૌરવ સન્માન થી સન્માનિત કરવામાં આવતા ગ્રામજનોમાં ખુશી પ્રસરી જવા પામી હતી.યાકુબભાઈ ઉઘરાતદાર શિક્ષણ ક્ષેત્રે અવનવુ કરવા માટે જાણીતા છે.તેમની શિક્ષણ પ્રત્યેની રૂચી,ઉત્સાહ અને કઈ કરી છૂટવાની ખેવનાની ગુજરાત ની અનેકઆ સંસ્થાઓએ નોંધ લીધી છે.

આ તબક્કે ગુજરાત શિક્ષક ગૌરવ સન્માન થી રાજ્યભરના પ્રતિભાશાળી સો જેટલા શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. કોલવણા ગામના વતની અને શિક્ષણ સાથે જોડાયેલા યાકુબ ઉઘરાતદાર છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષક તરીકેની સેવા બજાવે છે.તેઓ શિક્ષણ સહિત સામાજિક ક્ષેત્રમાં પણ યોગદાન આપી રહ્યા છે.તેમની ઉમદા ભાવના અને કર્તવ્યનિષ્ઠા ની રાજ્ય સરકાર ના શિક્ષણ વિભાગ તેમજ અનેક સેવાભાવી સંસ્થાઓએ પણ નોંધ લીધી છે. અત્યાર સુધી ગુજરાત સરકાર ના શિક્ષણ વિભાગ દ્વારા પારિતોષિક પ્રમાણ પત્ર,મોરારી બાપુ ના હસ્તે ચિત્રકૂટ પ્રમાણ પત્ર તેમજ અન્ય અનેક સંસ્થાઓ તેમનુ બહુમાન કરી ચૂક્યા છે.

હાલમાંજ જાયન્ટ્સ ગ્રુપ ઓફ કલોલ મેઈન સંસ્થાએ ગુજરાત રાજ્ય ના વિવિધ ક્ષેત્રમાં શાળા કક્ષાએ ઉત્કૃષ્ટ અને વિશિષ્ટ કામગીરી કરતા શિક્ષકો માટે એક સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કલોલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે યોજાયેલ સમારંભમાં ૧૦૦ જેટલા વિશિષ્ટ પ્રતિભા ધરાવતા શિક્ષકો ને મહાનુભાવો ના હસ્તે શિલ્ડ અને પ્રમાણ પત્ર આપી ગૌરવ પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે ભરૂચના આમોદ તાલુકાના કોલવણા ગામના યાકુબભાઈ ઉઘરાતદાર ને પણ સન્માનિત કરવામાં આવતા ગ્રામજનો તેમજ જિલ્લા માં ખુશી ની લહેર પ્રસરી જવા પામી હતી.આ પ્રસંગે પ્રાથમિક શાળા સીમરથાના આચાર્ય યાકુબભાઈએ જણાવ્યુ હતુ કે તેમણે તેમનું જીવન લોકોને શિક્ષિત કરવામાં સમર્પિત કરી દીધુ છે. અને વય નિવૃત્તિ પછી પણ તેઓ શિક્ષણ સાથે સંકળાયેલા રહેશે. અને સમાજ માં એજ્યુકેશનમાં સતત વધારો થાય એ માટેના પ્રયત્ન કરતો રહીશ.આ સાથે તેમણે સન્માનિત કરનારી સંસ્થા અને તેમના ટ્રસ્ટીઓનો આભાર માન્યો હતો.

ગુજરાત રાજ્યના ૧૦૦ પ્રતિભાશાળી શિક્ષકોને સન્માનિત કરવામા આવ્યા ઍગાઉ પણ યાકુબ ઉઘરાતદારને અનેક એવોર્ડથી સન્માનિત કરવામા આવ્યા

Comments

Popular posts from this blog

આહવા (ડાંગ) : ડાંગ જિલ્લો ખેલ મહાકુંભની આર્ચરી સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે

  આહવા (ડાંગ) : ડાંગ જિલ્લો ખેલ મહાકુંભની આર્ચરી સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે

Khergam| Kanya shala: ખેરગામ કન્યા શાળામાં પ્રથમ સત્રના 5 દિવસ બેગલેસ ડે' તરીકે ઊજવવામાં આવ્યો

  Khergam| Kanya shala: ખેરગામ કન્યા શાળામાં પ્રથમ સત્રના 5 દિવસ બેગલેસ ડે' તરીકે ઊજવવામાં આવ્યો. કન્યાશાળા ખેરગામ વર્ષ 2024-25 ના  પ્રથમસત્ર દરમિયાન "બેગ લેસ ડે' અંતર્ગત ધોરણ 6 થી 8 ના વિધાર્થીઓ માટે  5 દિવસ બેગ લેસ ડે' તરીકે ઉજવવામાં આવ્યો. શાળાનાં બાળકોને સચોટ માહિતી સુલભ થાય એ  હેતુસર ખેરગામના બ્યુટીસિયન, રમતવીરો, અને પત્રકારશ્રીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં 6 થી 8 ના તમામ બાળકો અને આચાર્ય ભરતભાઈ  તથા શિક્ષકો ચાંદનીબેન,  હેમલતાબેન, ભારતીબેન સરસ્વતીબેન દ્વારા  પ્રવૃતિઓ ભાગ લેવામાં આવ્યો હતો જેમાં ત્રણ પ્રવૃત્તિઓ શાળામાં કરવામાં આવી હતી  બ્યુટીસિયન તરીકે મોજીનાશેખ  ને શાળામાં બોલાવવામાં આવી જેના પરિણામ સ્વરૂપે કેસ ગુરુફન અને મહેદી સ્પર્ધા રાખવામાં આવી, ત્યારબાદ રાખડી બનાવનારને શાળામાં બોલાવવામાં આવ્યા અને રાખડી બનાવવાની સ્પર્ધા રાખવામાં આવી આ ઉપરાંત  ગોલ્ડ મેડાલિસ્ટ રમતવીર બાબુભાઈ પટેલ મણીભાઈ પટેલ તેઓ પણ શાળામાં આવ્યા હતા જેમના દ્વારા રમતમાં ક્યાં ભાગ લઈ શકાય અને કઈ  બાબતની ધ્યાન રાખવું  જોઈએ રમત ની શરૂઆત કઈ રીતે કરી ...

Info Anand Gog : આણંદ જિલ્લાની સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી હાડગુડ પ્રાથમિક શાળામાં ઘડાઈ રહ્યું છે ૮૯૮ વિદ્યાર્થીઓનું ભાવિ

Info Anand Gog : આણંદ જિલ્લાની સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી હાડગુડ પ્રાથમિક શાળામાં ઘડાઈ રહ્યું છે ૮૯૮ વિદ્યાર્થીઓનું ભાવિ ચાલુ વર્ષે શાળાની માળખાગત સુવિધાઓથી પ્રભાવિત વાલીઓએ ૨૧ બાળકોને ખાનગી શાળા માંથી હાડગુડ પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવ્યો  * છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને હાડગુડ પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યો * હાડગુડ પ્રાથમિક શાળા એટલે.... ૩૦ કોમ્પ્યુટર સાથેની એસી સુવિધા ધરાવતી લેબ, ૩૦ સીસીટીવી કેમેરાથી સજ્જ શાળા તથા ફાયર સેફટીની અદ્યત્તન સુવિધાથી સજ્જ આધુનિક ભવન  * આણંદ, મંગળવાર : સરકારી શાળાઓમાં માળખાગત સુવિધાઓમાં વધારો થતાં અને આધુનિકીકરણ થતાં લોકોનો સરકારી શાળા તરફનો અભિગમ બદલાયો છે. આ અન્વયે આજે વાત કરવી છે, આણંદ જિલ્લા મથક થી માત્ર ‌ ૩ કિ.મી. દુર આવેલી પી.એમ.શ્રી યોજના અંતર્ગતની આદર્શ એવી હાડગુડ પ્રાથમિક શાળાની. આ એક એવી શાળા છે કે જેમાં ધોરણ ૦૧ થી ૦૮ માં ૮૯૮ જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભણી રહ્યા છે અને સરકારી શાળા હોવા છતાં દર વર્ષે વિદ્યાર્થીઓના પ્રમાણમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. હાડગુડ પ્રાથમિક શાળામાં વર્ષ ૨૦૨૪-૨૫ માં બાલ...