Skip to main content

ખેરગામ BRC ખાતે કલા ઉત્સવ: જુદી-જુદી સ્પર્ધામાં વિદ્યાર્થીઓનો તેજસ્વી પ્રદર્શન.

   ખેરગામ BRC ખાતે કલા ઉત્સવ: જુદી-જુદી સ્પર્ધામાં વિદ્યાર્થીઓનો તેજસ્વી પ્રદર્શન. તારીખ: 01/12/2025ના દિને વિકસિત ગુજરાત @2047 થીમ હેઠળ તાલુકા કક્ષાનો કલા ઉત્સવ કાર્યક્રમ 2025-26 ખેરગામ ખાતે સ્થિત બી.આર.સી. ભવનમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ કલા ઉત્સવમાં નાંધઈ પ્રાથમિક શાળા, પાટી પ્રાથમિક શાળા, વિદ્યા મંદિર પણંજ પ્રાથમિક શાળા, કન્યા શાળા ખેરગામ, વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળા, ડેબરપાડા પ્રાથમિક શાળા, દેશમુખ ફળિયા કાકડવેરી પ્રાથમિક શાળા, મંદિર ફળિયા આછવણી પ્રાથમિક શાળા, બંધાડ ફળિયા પ્રાથમિક શાળા આછવણી અને કૃતિ ખડક પ્રાથમિક શાળા બહેજ સહિતની શાળાઓના વિદ્યાર્થીઓએ પોતાની ઉત્તમ પ્રતિભા પ્રદર્શિત કરી હતી. સ્પર્ધાઓમાં જીતેલા વિદ્યાર્થીઓ: 🔹 ચિત્ર સ્પર્ધા: વિદ્યા મંદિર પણંજ પ્રાથમિક શાળાની રિધ્ધિ હિતેશકુમાર પટેલ – પ્રથમ ક્રમાંક 🔹 બાળ કવિ સ્પર્ધા: નાંધઈ પ્રાથમિક શાળાની દૃષ્ટિ ભાવેશભાઈ પટેલ – પ્રથમ ક્રમાંક  🔹 સંગીત ગાયન સ્પર્ધા: દેશમુખ ફળિયા કાકડવેરી પ્રાથમિક શાળાની યુતિકાકુમારી સુનિલભાઈ ગાંગોડા – પ્રથમ ક્રમાંક 🔹 સંગીત વાદન સ્પર્ધા: પાટી પ્રાથમિક શાળ...

Info Anand Gog : આણંદ જિલ્લાની સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી હાડગુડ પ્રાથમિક શાળામાં ઘડાઈ રહ્યું છે ૮૯૮ વિદ્યાર્થીઓનું ભાવિ

Info Anand Gog : આણંદ જિલ્લાની સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી હાડગુડ પ્રાથમિક શાળામાં ઘડાઈ રહ્યું છે ૮૯૮ વિદ્યાર્થીઓનું ભાવિ

ચાલુ વર્ષે શાળાની માળખાગત સુવિધાઓથી પ્રભાવિત વાલીઓએ ૨૧ બાળકોને ખાનગી શાળા માંથી હાડગુડ પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવ્યો
 * છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને હાડગુડ પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યો * હાડગુડ પ્રાથમિક શાળા એટલે.... ૩૦ કોમ્પ્યુટર સાથેની એસી સુવિધા ધરાવતી લેબ, ૩૦ સીસીટીવી કેમેરાથી સજ્જ શાળા તથા ફાયર સેફટીની અદ્યત્તન સુવિધાથી સજ્જ આધુનિક ભવન 
* આણંદ, મંગળવાર : સરકારી શાળાઓમાં માળખાગત સુવિધાઓમાં વધારો થતાં અને આધુનિકીકરણ થતાં લોકોનો સરકારી શાળા તરફનો અભિગમ બદલાયો છે. આ અન્વયે આજે વાત કરવી છે, આણંદ જિલ્લા મથક થી માત્ર ‌ ૩ કિ.મી. દુર આવેલી પી.એમ.શ્રી યોજના અંતર્ગતની આદર્શ એવી હાડગુડ પ્રાથમિક શાળાની. આ એક એવી શાળા છે કે જેમાં ધોરણ ૦૧ થી ૦૮ માં ૮૯૮ જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભણી રહ્યા છે અને સરકારી શાળા હોવા છતાં દર વર્ષે વિદ્યાર્થીઓના પ્રમાણમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. હાડગુડ પ્રાથમિક શાળામાં વર્ષ ૨૦૨૪-૨૫ માં બાલાવાટીકાનું નામાંકન ૯૬, અન્ય શાળામાંથી આવેલ કુલ બાળકો ૩૫, ખાનગી શાળામાંથી છોડી આવેલ બાળકો ૨૧ બાળકોનું નામાંકન કરવામાં આવ્યું છે. આ શાળામાં છેલ્લા ૧૦ વર્ષમાં ૪૦૦ થી વધુ બાળકો ખાનગી શાળા છોડીને આ શાળામાં દાખલ થયા છે. આણંદ જિલ્લાની સૌથી વધુ સંખ્યા ધરાવતી આ પ્રાથમિક શાળામાં કુલ સંખ્યા ૮૯૮ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહયાં છે. જેમાં ધોરણ ૧ થી ૮ ના દરેકના ત્રણ - ત્રણ વર્ગો છે, આ ઉપરાંત આ પ્રાથમિક શાળામાં કુલ શિક્ષકોની સંખ્યા ૨૬ છે જયારે ૨૫ વર્ગખંડોમાંથી શાળાના કુલ ૧૫ વર્ગો સ્માર્ટ ક્લાસની સુવિધા ધરાવે છે. પ્રકૃતિમય વાતાવરણ ધરાવતી આ શાળામાં કમ્પાઉન્ડ વોલની સુવિધા, ઇન્ડોર અને આઉટડોર રમત ગમતની સુવિધા જેમાં ટેબલ ટેનિસ, બેડમિન્ટન, આર્ચરી, બાસ્કેટબોલ અને બોક્સિંગ જેવી સુવિધા સાથે સાથે લપસણી અને અન્ય સુવિધાઓ વિદ્યર્થી માટે ઉપલબ્ધ છે. આ ઉપરાંત કુલ ૩૦ કોમ્પ્યુટર સાથેની એસી સુવિધા ધરાવતી લેબ, વિદ્યાર્થીઓ માટે પુસ્તકાલયની અલાયદી વ્યવસ્થા જેમાં ૨૦૦૦ થી વધુ પુસ્તકો ઉપલબ્ધ છે, કન્યાઓ માટે સેનેટરી પેડ માટેનું વેન્ડિંગ અને ઇન્સિલેટર મશીનની વ્યવસ્થા ઉપલબ્ધ છે. આ ઉપરાંત શાળામાં બાળકોની સલામતી માટે ૩૦ જેટલા સીસીટીવી કેમેરા અને ફાયર સેફટીની અદ્યત્તન સુવિધા પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. આ શાળામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની વિશેષ તૈયારીઓ પણ કરાવવામાં આવે છે. જેમાં સીઈટી અને જ્ઞાન સાધના, નવોદય અને એન.એમ.એમ.એસ. ની પરિક્ષાઓમાં છેલ્લા ૩ વર્ષથી આ શાળાના સૌથી વધુ વિદ્યાર્થીઓ મેરિટમાં આવે છે. એટલું જ નહી પરંતુ ગુણોત્સવમાં શાળા છેલ્લા ત્રણ વર્ષથી ‘એ’ ગ્રેડ ધરાવે છે. આ વર્ષે શાળા ગ્રીન થ્રી ( ૮૫.૨૭ ટકા ) આવેલ છે. આણંદ તાલુકાની હાડગુડ પ્રાથમિક શાળામાં બાળકો માટે સુરક્ષા - સલામતીની સુવિધાઓ, ઇકો ક્લબ પ્રવૃત્તિ, પરંપરાગત દિવસોની ઉજવણી અને એના સાથે પર્યાવરણના ખોળે પક્ષીઓના કલરવ વચ્ચે રમતું બાળકોનું ઉલ્લાસ ભર્યું બાળપણ એ શાળાની ખાસિયત બની ગઈ છે. આ શાળામાં બાલવાટિકા અને ધોરણ ૧ થી ૫ માં કુલ ૫૫૫ બાળકો અભ્યાસ કરી રહ્યા છે, જે પૈકી ૨૮૫ છોકરા અને ૨૭૦ છોકરીઓ છે. જ્યારે ધોરણ ૬ થી ૮ માં કુલ ૩૪૩ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, જેમાં ૧૫૭ છોકરાઓ અને ૧૮૬ છોકરીઓનો સમાવેશ થયો છે. આમ, આ શાળામાં આશરે ૪૫૬ જેટલી તો ફક્ત વિદ્યાર્થીનીઓ જ અભ્યાસ કરી રહી છે. બીજી તરફ પુસ્તક પ્રેમી વિદ્યાર્થીઓ માટે વિવિધ પુસ્તકો વાંચન માટે બેઠક વ્યવસ્થા સાથેની લાયબ્રેરી ક્લાસની પણ સુવિધા છે. શાળામાં પ્રવેશ કરીએ એટલે શાળાના પ્રવેશ દ્વાર થી લઈને લોબી અને ક્લાસ રૂમ સુધી બાળકોએ પ્રેમ થી જતન કરેલા છોડના રંગબેરંગી કુંડાઓ અને બાળકો એજ બનાવેલ ચકલી ઘર જોવા મળે છે. અલગ અલગ છોડ અને પક્ષીઓના કલરવના સુમધુર વાતાવરણમાં બાળકોમાં પર્યાવરણ પ્રેમનું પણ સિંચન કરવામાં આવી રહ્યું છે. એમાંય શાળામાં પરંપરા અનુસાર જે વિદ્યાર્થીનો જન્મદિન હોય તેના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવે અને એજ છોડને સાચવવાની જવાબદારી સોંપવામાં આવે છે. આ શાળામાં ૧૮ એલસીડી પ્રોજેક્ટર જેવી અદ્યતન સુવિધાથી સજ્જ છે. આ સાથે શાળા બાળ સાંસદ, જ્ઞાનકુંજ, જ્ઞાન સંગમ જેવી સરકારની પહેલમાં પણ ખુબજ ઉત્સાહ પૂર્વક કામગીરી થઇ રહી છે. દરેક વસ્તુ ક્લાસરૂમમાં ન શીખી શકાય એ વાત ને ખુબજ સારી રીતે સમજતા વિદ્યાર્થીઓને દર વર્ષે પોસ્ટ ઓફિસ, ગ્રામ પંચાયત, બેંક, સરકારી દવાખાનું, દૂધ ડેરી અને પોલીસ સ્ટેશનોમાં મુલાકાત માટે લઈ જવામાં આવે છે. અચરજની વાત તો એ છે કે છેલ્લા ૧૦ વર્ષમાં ૪૦૦ કરતા વધુ વિદ્યાર્થીઓ એવા છે કે જે પહેલા ખાનગી શાળામાં અભ્યાસ કરતા હતા જે છોડીને હાડગુડ પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ અર્થે આવ્યા છે. સરકારી શાળામાં દિવસે અને દિવસે વધતી જતી સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ લોકોને આંખે આવીને વળગતા ઘણા વાલીઓએ પોતાના બાળકોને ખાનગી શાળામાંથી સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવ્યો છે. આમ, આવનાર સમયમાં ભાવિ પેઢીના નિર્માણ માટે હાડગુડ પ્રાથમિક શાળા જેવી અનેક શાળાઓ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૪ના સફળ અમલીકરણ માટે મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

આણંદ જિલ્લાની સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી હાડગુડ પ્રાથમિક શાળામાં ઘડાઈ રહ્યું છે ૮૯૮ વિદ્યાર્થીઓનું ભાવિ * ચાલુ વર્ષે...

Posted by Info Anand GoG on Tuesday, July 16, 2024

Comments

Popular posts from this blog

Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.

  Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો. ગરવી ગુજરાત થીમ આધારિત તા.23.09.2024 ના સોમવારના દિને BRC કક્ષાએ  કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા અને બાળ કવિ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક શાળા હરણગામના  રોનક કિરીટભાઈ પટેલ સંગીત વાદનમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. ગાયન સ્પર્ધામાં પ્રિન્સ અભિમન્યુ હળપતિ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને સી.આર.સી.શ્રી.કૉ. ઓ. ફડવેલ, બી.આર.સી.શ્રી.કૉ. ઓ. ચીખલી તા.પ્રા.શિ.શ્રી ચીખલી, પ્રમુખ શ્રી ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તમામ હોદ્દેદારો, ચીખલી શિક્ષક પરિવાર ગ્રૂપ પે સેન્ટર રાનકુવા શિક્ષક પરિવાર ,હરણગામના ગ્રામજનો ,શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ હરણગામ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિજેતા થયેલ બાળકો અને એમને પ્રોત્સાહન અને તાલીમ આપી તૈયાર કરનાર સારસ્વત ભાઈ શ્રી સુનિલભાઈ , સાથી કલાકાર શ્રી ટ્વિન્કલભાઈ , મંજીરા વાદક વિદ્યાર્થી પ્રિન્સ પટેલનો શાળા પરિવાર સાભિનંદન સાથે આભાર માને છે.

DANG BRC KALA UTSAV NEWS : ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

  DANG BRC KALA UTSAV  NEWS : ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-વઘઇ સંચાલિત અને બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૦મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ ૧૬ કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ ૬૪ કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.  કલા (આર્ટ) એટલે કાંઇક નવું કરવુ, કલામા બાળક પોતાની અભિવ્યકિત પ્રસ્તુત કરે છે. કલાઓમા શ્રેષ્ઠ કલા ચિત્ર કલા છે. કલા બાળકના વ્યક્તિત્વ વિકાસમા એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એક બાળકમા કલાના પરિચયના કારણે બૌધ્ધિક ક્ષમતા સ્તર વધે છે. સર્જનાત્મકતામા વધારો થાય છે. આત્મવિશ્વાસ વધે છે. જે બાળકોમા ભણતર સિવાયની જે બીજી કલાઓ રહેલી છે તેને પ્રેરણા મળે છે, તથા તેઓ તેમને ગમતા ક્ષેત્રમા આગળ વધે છે. આ આહવા ખાતે યોજાયેલ કલા ઉત્સવનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ વ...

ખેરગામ કુમાર શાળામાં આનંદ મેળો : શિક્ષણ અને મજા એકસાથે!

         ખે રગામ કુમાર શાળામાં આનંદ મેળો : શિક્ષણ અને મજા એકસાથે! શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું સીમિત નથી, પરંતુ જીવન સાથે જોડાયેલો અનૂભવ પણ એટલો જ મહત્વનો છે. ખેરગામ કુમાર શાળામાં આયોજિત  આનંદ મેળો  એ તેનું ઉત્તમ ઉદાહરણ છે. વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને સુંદર આયોજન આ મેળામાં શાળાનાં વિદ્યાર્થીઓએ વિવિધ વાનગીઓના સ્ટોલ તૈયાર કર્યા, જેમાં તેઓએ પોતાના હસ્તકૌશલ્ય અને ગાણિતિક બુદ્ધિનો ઉપયોગ કર્યો.  વિદ્યાર્થીઓએ ન માત્ર સ્વાદિષ્ટ વાનગી રજૂ કર્યું, પરંતુ વેચાણ દ્વારા આર્થિક વ્યવહાર અને વ્યવસાયિક કુશળતા પણ મેળવી. શિક્ષકો અને મહેમાનોનો સાથ આ અવસરને ખાસ બનાવવા માટે શાળાનાં આચાર્યશ્રી  પ્રશાંતભાઈ પટેલ ,  ખેરગામ બી.આર.સી. વિજયભાઈ પટેલ , શાળાનાં શિક્ષકો અને અન્ય સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સૌએ બાળકોની મહેનતને પ્રોત્સાહિત કરી અને તેમની વાનગીઓનો સ્વાદ માણ્યો. જીવન કૌશલ્ય અને ગાણિતિક કુશળતાનો વિકાસ આવા પ્રયોગશીલ શિક્ષણ દ્વારા બાળકો  મૂળભૂત ગણિત, ખર્ચ-આવકનું મેનેજમેન્ટ, ખરીદ-વેચાણની સમજૂતી અને વ્યવસાયિક કુશળતા  વિકસાવે છે. ઉપરાંત, સામાજિક કૌશલ્ય...