પોસ્ટ ક્રેડિટ: સંદેશ ન્યુઝ
વ્યારા (તાપી):ખોડદા મોડેલ સ્કૂલમાં સ્થાપના દિનની ઉજવણી
ગુજરાત રાજયનાં આદિજાતિ વિકાસ વિભાગની ધી ગુજરાત સ્ટેટ
ટ્રાયબલ ડેવલોપમેન્ટ એજયુકેશન સોસાયટી ગાંધીનગર અને શાંતિલાલ સંઘવી ફાઉન્ડેશન સંચાલીત પી.એમ.શ્રી એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ ખોડદા ખાતે ૨૫ માં શાળા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવામાં આવી તેમજ તમામ વિદ્યાર્થીઓએ શાળાના ધ્યેયગીતનું ઉત્સાહભેર ગાન કર્યું હતું. શાળાના શિક્ષક અશોકભાઇ રાણા તથા શિક્ષિકા નિરૂબેન ગામીત દ્વારા અત્યાર સુધીના શાળાના સફળ કાર્યકાળની તથા શાળાએ મેળવેલ ઉપલબ્ધિઓની વર્ણવી હતી. કાર્યક્રમના અંતે આચાર્ય રાહુલભાઇ આર.પટેલ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન આપતા જણાવ્યું હતું કે, શાળા વિદ્યાર્થીઓથી શોભે છે અને તેમનું સર્વાંગી વિકાસ એ જ મારૂ લક્ષ્ય છે.
Comments
Post a Comment