Khergam news : પ્રાથમિક શિક્ષણમાં નવી દિશા: GCERT માર્ગદર્શિત અંગ્રેજી (અજમાયશી) વિષયની તાલીમ યોજાઈ. તારીખ:- 12/12/2024 તાલીમ નું સ્થળ :- નાંધઈ પ્રાથમિક શાળા માર્ગદર્શન :- GCERT ગાંધીનગર સ્થાનિક માર્ગદર્શક :- જિલ્લા શિક્ષણ તાલીમ ભવન , નવસારી તારીખ :- 11/12/2024 ,વાર:- બુધવાર થી 12/12/2024 , વાર :- ગુરુવાર સુધી "ધોરણ 5 અંગ્રેજી વિષય અજમાયશી" બે દિવસીય તાલીમ GCERT ના માધ્યમ થી જીલ્લા શિક્ષણ તાલીમ ભવન , નવસારી દ્વારા "નાંધઈ પ્રાથમિક શાળા " ખાતે યોજાઈ હતી. જેમાં, વર્ગસંચાલકશ્રી ડાયેટના સિનિયર લેક્ચરર શ્રી રાજેશભાઈ પટેલ અને ખેરગામ તાલુકાના BRC શ્રી વિજયભાઈ પટેલ મહત્વપૂર્ણ માર્ગદર્શન અને વિષય સંબંધિત દોરવણીના આધારે તેમજ પ્રથમ દિવસે વિજયભાઈ દ્વારા પ્રાર્થના અને ભજન ગાઈ અને દ્વિતીય દિવસે અંગ્રેજી પ્રાર્થના અને ભજન કરી પ્રેકટીકલ વાતાવરણ અને ભાવાવરણ ઉભુ કરી શુભ શરૂઆત કરવામાં આવી. જેમાં એક દિવસે બાયસેગના માધ્યમથી GCERT દ્વારા તાલીમ વિશે તાલીમના અનુસંધાને ઓનલાઇન કાર્યક્રમ રોજે 11 થી 12 એમ કુલ 1 કલાક સુધી માહિતી મેળવ્યા પછી.., ત્યારબાદ ડાયેટ ના સિનિયર ...
ચીખલી તાલુકાના ગોડથલ ખાતે PM JANMAN યોજના હેઠળ છાત્રાલય અને પ્રાથમિક શાળાના નવા ઓરડાનું ખાતમુહૂર્ત. આજરોજ વલસાડ સાંસદ શ્રી ધવલભાઈ પટેલે પ્રાથમિક શાળા ગોડથલ ઝાડી ફળિયા ખાતે PM JANMAN યોજના અંતર્ગત નેતાજી સુભાષચંદ્ર બોઝ કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત કર્યું. સાથે જ ગોડથલ મુખ્ય પ્રાથમિક શાળા પટેલ ફળિયા ખાતે નવા પાંચ ઓરડાનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. ગુજરાત સરકાર શ્રેષ્ઠ શિક્ષણ સુવિધાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે, અને આ નવી શૈક્ષણિક સુવિધાઓ તેની જ સેવા આપશે. આ પ્રસંગે ગ્રામજનો, શિક્ષકો, તેમજ શ્રી પિયુષભાઈ પટેલ સહિતના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા.