Skip to main content

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત શ્રી અરવિંદભાઈ ગામીતને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. તાપી જિલ્લાનું શૈક્ષણિક ક્ષેત્ર હંમેશાં પ્રગતિશીલ રહ્યું છે અને તેમાં મહાન ભૂમિકા નિભાવનાર એક પ્રભાવશાળી શૈક્ષણિક યોદ્ધા છે—શ્રી અરવિંદભાઈ ગામીત. વ્યારા તાલુકાના ઝાંખરી ગામના વતની અરવિંદભાઈએ શિક્ષણ ક્ષેત્રે અવિરત પરિશ્રમ અને સમર્પણથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે. શૈક્ષણિક સફરનો પ્રારંભ શ્રી અરવિંદભાઈ ગામીતની પ્રથમ નિમણૂક 1993માં તાપી જિલ્લાના નિઝર (હાલ કુકરમુંડા) તાલુકાની પિશાવર પ્રાથમિક શાળામાં થઈ હતી. તે સમયે શાળામાં માત્ર ધોરણ 1 થી 4 ની વર્ગશાળા હતી અને તેઓ એકમાત્ર શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઘણી પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયત્નો કર્યા. શૈક્ષણિક વિકાસ અને ભૂમિકા 1998માં તેઓ ઉચ્છલ તાલુકામાં બદલી પામ્યા, જ્યાં તેમણે શિક્ષણક્ષેત્રે વધુ સુધારા અને નવાચર લાવ્યા. તેમના શૈક્ષણિક પ્રભાવને ઓળ...

Dahod news: પહાડ ગામના નિવૃત્ત થતા શિક્ષક વીરસીંગ હઠીલાનો પહાડ જેવો અટલ અને વિશાળ સેવાભાવ

 Dahod news: પહાડ ગામના નિવૃત્ત થતા શિક્ષક વીરસીંગ હઠીલાનો પહાડ જેવો અટલ અને વિશાળ સેવાભાવ


*પ્રેરણાદાયી પહેલ : નિવૃત્ત વિદાયમાન સમારંભ પાછળ થતા ખર્ચને ટાળી પોતાના ગામને આપી એમ્બ્યુલન્સની ભેટ*

 નિવૃત્ત થતા ઘણા અધિકારી -કર્મચારીઓ નિવૃત્તિ ટાણે મોટી પાર્ટીનું આયોજન કરી તેમાં ગજા ઉપરાંતનો ખર્ચ કરી દે છે. સગા- સંબંધી, સ્નેહીજનો, ગ્રામજનો, મિત્રો વગેરે શુભેચ્છાઓ પાઠવી જમીને છૂટા પડી જતા હોય છે. 

કેટલાકને તો તેમની નોકરી દરમ્યાન નિષ્ઠા - પ્રમાણિકતાનો છાંટોય નથી હોતો તેમ છતાં નિવૃત્તિ વખતે લગ્ન સમારંભ હોય તેવો માહોલ ઊભો કરીને જાણે કે બહુ મોટો જંગ જીત્યો હોય તેવો દેખાડો કરતા હોય છે.

આવા સમયે આદિવાસી ક્ષેત્રના દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ઉકરડી ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા વીરસિંગભાઈ હઠીલાએ એમના નિવૃત્તિ ટાણાની ઝાકમઝોળવાળી ઉજવણી ન કરતાં સમાજને એક નવી રાહ ચીંધે તેવી પ્રેરણાદાયી ભેટ આપીને તેમની નિવૃત્તિને વધુ શાનદાર સ્મરણીય બનાવી છે.


 તા.૩૧મી ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થતા

વીરસિંગભાઈએ પોતે પોતાની માતૃભૂમિ - માદરે વતન એવા પહાડ ગામને પોતાની નિવૃત્તિ સમયે એમ્બ્યુલન્સ ભેટમાં આપીને માતૃભૂમિનું ઋણ અદા  કરવા પ્રાથમિક શિક્ષકને શોભે એવું એક પ્રેરક કામ કર્યું છે. 

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પહાડ ગામના વતની એવા ખૂબજ કર્મનિષ્ઠ અને પ્રામાણિક શિક્ષક વીરસિંગભાઈએ તેમના સ્વજનો અને મિત્રોને કહ્યું કે ''મારે મારી નિવૃત્તિની કોઈ ઉજવણી કરવી નથી પરંતુ મારા ગામના લોકોની પીડામાં રાહત થાય એવું કંઇક કરવું છે. વર્ષો સુધી બીજા ગામમાં નોકરી કરી છે એટલે ગામની મૂશ્કેલીઓ તરફ ધ્યાન અપાયું નો 'તું. વતનનું અને ગ્રામજનોનું મારા ઉપર ઋણ છે. અમારા આ નાનકડા ગામમાં દવાખાનું નથી, રસ્તા સારા નથી, ગામમાં કોઈ બીમાર પડે, પ્રસૂતિ જેવી સ્થિતિમાં છોટાઉદેપુરના તુરખેડા ગામ જેવી ઘટના ન ઘટે અને અન્ય કોઈ મુશ્કેલી ઊભી થાય તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે નજીકની સારી હોસ્પિટલ સુધી પહોંચાડી શકાય એ હેતુથી મારે ગામને એમ્બ્યુલન્સ ભેટમાં આપવાનું નક્કી કર્યું છે."

અત્રે એ ઉલ્લેખ કરવો રહ્યો કે શ્રી વીરસીંગભાઈના પહાડ ગામની ચોફેર જંગલ વિસ્તાર છે. એસ.ટી. બસની સુવિધા નથી. તેમના માતા - પિતા બિલકુલ અભણ હતા છતાં તેમણે તેમને ભણાવ્યા હતા. તેમના પત્ની પણ નિવૃત્ત શિક્ષિકા છે, તેમને ત્રણ સંતાનો છે, સૌથી મોટો દિકરો બી.ઈ.  સીવીલ થઈને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા - અમદાવાદ ખાતે ફરજ બજાવે છે. બીજો દિકરો એમ.બી.બી.એસ. કરીને હાલ પોસ્ટ ગ્રેજ્યુએશન કરે છે. એક દિકરી છે જે આયુર્વેદ સ્નાતક છે અને હાલ પંચાયત સેવામાં નાયબ ટી.ડી.ઓ તરીકે ફરજ બજાવે છે.

શ્રી વીરસીંગભાઈએ પ્રાથમિક શિક્ષક તરીકે શાળાના બાળકો તથા  પોતાના બાળકોને પણ ઉત્તમ કક્ષાનું શિક્ષણ આપ્યું છે. એકધાર્યા ૩૯ વર્ષ સુધી ફરજ અદા કરી આજે તા.૩૧-૧૦-૨૪ ના રોજ નિવૃત્ત થયા છે. શિક્ષક તરીકેની ફરજનો એક તબક્કો પૂરો કરી બીજા તબક્કામાં પહાડ ગામ સહિત આ પંથકમાં માનવસેવાની મહેંક પ્રસરાવી રહ્યા છે. 

પોતાના પહાડ ગામમાં આજે પણ એસ.ટી બસની સુવિધા નથી. લોકોને રસ્તા, વાહન-વ્યવહાર, આરોગ્ય અને પીવાના શુદ્ધ પાણીના પ્રશ્નો ખૂબ જ સતાવતા હોય છે, ત્યારે શ્રી વીરસીંગભાઈએ નિવૃત્તિના સમયે તેમનાં ગામ પહાડના ગ્રામજનો માટે એક એમ્બ્યુલન્સ વિના મૂલ્યે સરપંચ અને તલાટીની ઉપસ્થિતિમાં ભેટ આપી ૧૦૮ ની ભૂમિકા અદા કરી રહ્યા છે. 

ગ્રામજનો પણ આ અમૂલ્ય સેવાનો લાભ મળતાં ખૂબ જ ઉત્સાહિત છે અને વિરસીંગભાઈ પ્રત્યે અહોભાવ પ્રગટ કરી રહ્યા છે.

 આવા સેવા ભેખધારીને વિરસીંગભાઈ સલામ છે. . .

Comments

Popular posts from this blog

Navsari news: નવસારીની જમાલપોર પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો.

                                                  Navsari news: નવસારીની જમાલપોર પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો. તારીખ ૦૯-૦૪-૨ ૦૨૪નાં દિને નવસારીની જમાલપોર પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. ધોરણ 8 ના બાળકોએ ધોરણ ૧ થી ૮ સુધીની તેમની શૈક્ષણિક સફર વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતાં. ધોરણ ૧ થી પોતાની શૈક્ષણિક કારકિર્દીની શરુઆત કરનાર બાળકને શિક્ષકનો માતૃપ્રેમ મેળવી તેમણે ધોરણ ૮ સુધીની સફર દરમ્યાન કેટકેટલા સારા નરસા પ્રસંગોમાંથી તેઓ પસાર થયા છે. બાળપણની સ્મૃતિઓ કદી ભૂલી શકાતી નથી. પોતાના અનુભવો રજૂઆત કરતી વખતે વિદ્યાર્થીઓ ભાવવિભોર બની તેમની આંખના ખૂણામાંથી આંસુ ડોક્યું કરતાં હતાં.  શાળાનાં આચાર્યશ્રી ફુલચંદ ભગતાણી અને શાળાનાં શિક્ષક ઉપરાંત નવસારી જિલ્લા પ્રા.શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલે શાળા બાળકોને ભવિષ્યમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ ધોરણ -૮ નાં વર્ગશિક્ષક દ્વારા પણ બાળકો...

નવસારી: લોકસભા સામાન્ય ચુંટણી 2024 સમાચાર,25-નવસારી લોકસભા સીટ

નવસારી: લોકસભા સામાન્ય ચુંટણી 2024 સમાચાર,25-નવસારી લોકસભા સીટ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે નવસારી જિલ્લાનો પોલિંગ સ્ટાફ તેઓના મતદાન મથકે પહોંચી રહ્યા છે. #LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv @ECISVEEP @CEOGujarat pic.twitter.com/hninjeSZFA — Collector & DM Navsari (@CollectorNav) May 6, 2024 આપણા વડીલોએ તેમની ફરજ નિભાવી છે. આજે આપડી ફરજ નિભાવવાનો દિવસ છે. ચાલો સૌ મતદાન મથક પર જઈને મતદાન કરીયે! Our elders have celebrated this festival of democracy. Today is our day to celebrate! Let’s all go out and cast our vote! ⁦ @CollectorNav ⁩ ⁦ #DeshKaGarv #ChunavKaParv pic.twitter.com/b1nUDFtyBx — ARO 25 Navsari PC (GJ) and Prant Officer Navsari (@prantnavsari) May 7, 2024 Happy and Proud faces at the polling booth! #GoVote #LokSabhaElection2024 @CEOGujarat @ECISVEEP pic.twitter.com/X6sF89q1xO — Collector & DM Navsari (@CollectorNav) May 7, 2024 લોકશાહીના મહાપર્વમાં મે મારી ફરજ નિભાવી દીધી છે. તમે પણ અચૂક મતદાન કરજો. #LokSa...

Vyara (Tapi) :વિદ્યા ગુર્જરી પ્રાથમિક અને માધ્યમિક શાળા પનિયારી ખાતે ૧૦ માં ‘વિશ્વ યોગ’ દિનની ઉજવણી કરાઇ

 Vyara (Tapi) :વિદ્યા ગુર્જરી પ્રાથમિક અને માધ્યમિક શાળા પનિયારી ખાતે ૧૦ માં ‘વિશ્વ યોગ’ દિનની ઉજવણી કરાઇ માહિતી બ્યુરો,તાપી તા.૨૧ શ્રી અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત વિદ્યા ગુર્જરી પ્રાથમિક અને માધ્યમિક શાળા  પનિયારી -વ્યારા ખાતે ૧૦ માં ‘વિશ્વ યોગ’ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૌ વિદ્યાર્થીઓ તથા શિક્ષકશ્રીઓએ ઉત્સાહભેર યોગ કરી આપણા ભારતીય સંસ્કૃતિની લગભગ પાંચ હજાર વર્ષ પહેલા શરૂ થયેલી યોગ પ્રણાલીને જીવંત રાખવામાં સહભાગી થયા હતા.બાળકોને માનવ જીવનમાં યોગનું કેટલુ મહત્વ છે તે અંગેની સમજ પુરી પાડી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા તથા યોગગુરુ દિપાલીબેન ડી. શાહ દ્વારા કરવામાં આવેલ છે. વિદ્યા ગુર્જરી પ્રાથમિક અને માધ્યમિક શાળા પનિયારી ખાતે ૧૦ માં ‘વિશ્વ યોગ’ દિનની ઉજવણી કરાઇ - માહિતી બ્યુરો,તાપી તા.૨૧... Posted by  Info Tapi GoG  on  Friday, June 21, 2024