નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી: 'શિક્ષક પ્રતિષ્ઠા' પેનલનો ગૌરવપૂર્ણ વિજય! તારીખ: ૫ ઓક્ટોબર, ૨૦૨૫ સ્થળ: કોળી સમાજ વાડી, ખડસુપા બોડીંગ, ખડસુપા, તા.જિ. નવસારી શિક્ષણના ક્ષેત્રમાં નવસારી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોની સંગઠિત શક્તિનું પ્રતિનિધિત્વ કરતી નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી આજે ભવ્ય રીતે પૂર્ણ થઈ. આ ઐતિહાસિક ઘટના કોળી સમાજ વાડી, ખડસુપા બોડીંગ ખાતે યોજાઈ, જ્યાં ગણદેવીના અજુવેન્દ્ર પટેલની આગેવાની હેઠળની 'શિક્ષક પ્રતિષ્ઠા' પેનલ એ અદ્ભુત વિજય મેળવ્યો. આ વિજય માત્ર એક પેનલની જીત નથી, પરંતુ શિક્ષક વર્ગની એકતા અને તેમની પસંદગીની મજબૂત અભિવ્યક્તિ છે. ચૂંટણીની વિગતો: સ્પર્ધા અને વિજયની કથા આ ચૂંટણીમાં સંઘના મહત્વના પદો માટે મતદાન યોજાયું હતું, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, કોષાધ્યક્ષ અને ખજાનચી ના ઉમેદવારોની ચૂંટણીનો સમાવેશ થતો હતો. બંને પેનલો – 'શિક્ષક પ્રતિષ્ઠા' અને શિક્ષક સમર્પિત – ના ઉમેદવારો અત્યંત સક્ષમ અને અનુભવી હતા. તેમ છતાં, શિક્ષક સમુદાયે તેમની વિઝન અને કાર્યક્ષમતા પર આધારિત પસંદગી કરી, અને 'શિક્ષક પ્રતિષ્ઠા' પેનલના ...
Khergam: પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.
તારીખ : 28-06-2024નાં દિને પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે પહાડ ફળિયા અને વેણ ફળિયા પ્રાથમિક શાળાનો સયુંકત કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી તેજેન્દ્ર પટેલ પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર સચિવશ્રી તથા શ્રી એ.એમ. પટેલ, ઈનચાર્જ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી નવસારીની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. બાલવાટિકાનાં 9 બાળકો અને ધોરણ -1 નાં 2 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે બાલવાટિકાનાં બાળકોને વેણ ફળિયાનાં દાતાશ્રી વેસ્તીબેન બાલુભાઈ પટેલ તરફથી સ્વ. બાલુભાઈનાં સ્મરણાર્થે તમામ બાળકોને છત્રી આપવામાં આવી હતી. જ્યારે ભૈરવી ગામના મયુરીબેન ગણેશભાઈ પટેલ તરફથી શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. દાતાશ્રીઓ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે લાયઝન અઘિકારી ટીનાબેન પટેલ (સી.આર.સી. પાટી), વૈશાલીબેન સોલંકી( સી.આર.સી. પાણીખડક),ગામનાં આગેવાન ચંદુભાઈ પટેલ, ગ્રામ પંચાયતનાં સભ્યશ્રી ઉમેશભાઈ પટેલ, એસ.એમ.સી.નાં અધ્યક્ષ સહિત એસ.એમ.સી.નાં સભ્યો, શાળા પરિવારમાં શાળાનાં આચાર્યશ્રી બબીતાબેન, ઉપશિક્ષકશ્રી ધર્મેશભાઇ પટેલ, ઉપશિક્ષિકા નિલમબેન પટેલ, આંગણવાડીનાં કર્મચારીઓ, વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.






Comments
Post a Comment