તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત શ્રી અરવિંદભાઈ ગામીતને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. તાપી જિલ્લાનું શૈક્ષણિક ક્ષેત્ર હંમેશાં પ્રગતિશીલ રહ્યું છે અને તેમાં મહાન ભૂમિકા નિભાવનાર એક પ્રભાવશાળી શૈક્ષણિક યોદ્ધા છે—શ્રી અરવિંદભાઈ ગામીત. વ્યારા તાલુકાના ઝાંખરી ગામના વતની અરવિંદભાઈએ શિક્ષણ ક્ષેત્રે અવિરત પરિશ્રમ અને સમર્પણથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે. શૈક્ષણિક સફરનો પ્રારંભ શ્રી અરવિંદભાઈ ગામીતની પ્રથમ નિમણૂક 1993માં તાપી જિલ્લાના નિઝર (હાલ કુકરમુંડા) તાલુકાની પિશાવર પ્રાથમિક શાળામાં થઈ હતી. તે સમયે શાળામાં માત્ર ધોરણ 1 થી 4 ની વર્ગશાળા હતી અને તેઓ એકમાત્ર શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઘણી પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયત્નો કર્યા. શૈક્ષણિક વિકાસ અને ભૂમિકા 1998માં તેઓ ઉચ્છલ તાલુકામાં બદલી પામ્યા, જ્યાં તેમણે શિક્ષણક્ષેત્રે વધુ સુધારા અને નવાચર લાવ્યા. તેમના શૈક્ષણિક પ્રભાવને ઓળ...
Narmada District shala Praveshotsav 2024 : Garudeshwar, Tilakwada, Dediapada,Sagbara
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ- ૨૦૨૪
— Info Narmada GoG (@Infonarmada) June 27, 2024
--------
ગરૂડેશ્વર તાલુકાના સુલતાનપુરા ગામે આંગણવાડી-શાળાનાં ભુલકાંઓને પ્રવેશ કરાવતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ
------- pic.twitter.com/T6J978hJns
શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪: ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની
— Info Narmada GoG (@Infonarmada) June 27, 2024
--------
સાગબારાની જીતનગર નંદઘર આંગણવાડીમાં ભુલકાઓને ફૂલની પાંખડી આપી કંકુના પગલા પાડી પ્રવેશ અપાયો
--------
રંગબેરંગી ફુલો-ફુગ્ગાથી શણગારી બળદ ગાડામાં હર્ષની લાગણી સાથે અનેરો આનંદ લઈ રહેલા ભુલકાઓ
-------- pic.twitter.com/2uEAtGb628
Comments
Post a Comment