તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત શ્રી અરવિંદભાઈ ગામીતને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. તાપી જિલ્લાનું શૈક્ષણિક ક્ષેત્ર હંમેશાં પ્રગતિશીલ રહ્યું છે અને તેમાં મહાન ભૂમિકા નિભાવનાર એક પ્રભાવશાળી શૈક્ષણિક યોદ્ધા છે—શ્રી અરવિંદભાઈ ગામીત. વ્યારા તાલુકાના ઝાંખરી ગામના વતની અરવિંદભાઈએ શિક્ષણ ક્ષેત્રે અવિરત પરિશ્રમ અને સમર્પણથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે. શૈક્ષણિક સફરનો પ્રારંભ શ્રી અરવિંદભાઈ ગામીતની પ્રથમ નિમણૂક 1993માં તાપી જિલ્લાના નિઝર (હાલ કુકરમુંડા) તાલુકાની પિશાવર પ્રાથમિક શાળામાં થઈ હતી. તે સમયે શાળામાં માત્ર ધોરણ 1 થી 4 ની વર્ગશાળા હતી અને તેઓ એકમાત્ર શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઘણી પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયત્નો કર્યા. શૈક્ષણિક વિકાસ અને ભૂમિકા 1998માં તેઓ ઉચ્છલ તાલુકામાં બદલી પામ્યા, જ્યાં તેમણે શિક્ષણક્ષેત્રે વધુ સુધારા અને નવાચર લાવ્યા. તેમના શૈક્ષણિક પ્રભાવને ઓળ...
ડાંગ: આહવાની દીપ દર્શન પ્રાથમિક. શાળાના વિદ્યાર્થીઓ જુદી જુદી શૈક્ષણિક પરીક્ષાઓમાં અવ્વલ :
પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા, જ્ઞાનસેતુ અને એન.એમ.એમ.એસની પરીક્ષામાં દીપ દર્શન શાળાના વિદ્યાર્થીઓ સમગ્ર ડાંગ જિલ્લામાં પ્રથમ : - (ડાંગ માહિતી બ્યુરો) આહવા: તા: ૧૨: ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી દીપ દર્શન પ્રાથમિક શાળાના બાળકો પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા, જ્ઞાનસેતુ અને એન.એમ.એમ.એસ જેવી શૈક્ષણિક પરીક્ષાઓમા સમગ્ર ડાંગ જિલ્લામાં અવ્વલ નંબરે રહ્યા છે. તાજેતરમાં લેવાયેલ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા વર્ષ ૨૦૨૩-૨૪માં આહવા સ્થિત દીપ દર્શન પ્રાથમિક શાળાના જયકુમાર કલ્પેશભાઈ ચૌધરીએ ૧૫૦ ગુણમાંથી ૧૩૬ ગુણ મેળવી, સમગ્ર ડાંગ જિલ્લામાં મેરીટમાં પ્રથમ, જ્યારે દીયાબેન મોહનભાઈ ભોયે ૧૩૫ ગુણ મેળવી દ્વિતીય ક્રમ રહેવા પામ્યા છે. આ અગાઉ જ્ઞાનસેતુ પરીક્ષામાં પણ શાળાના ત્રણ વિદ્યાર્થીઓ, જેમાં પ્રથમ પટેલ મૈત્ર મનોજભાઈ, દ્વિતીય જાદવ દિવ્યેશ રાકેશભાઈ, અને તૃતીય આગેવાન અલિઝા અતિકભાઈએ સમગ્ર ડાંગ જિલ્લામાં પ્રથમ ત્રણ નંબરે રહેવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. આ ઉપરાંત જ્ઞાનસાધના પરીક્ષામા પણ પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી સમગ્ર ડાંગ જિલ્લામાં શાળાનું નામ રોશન કરવા બદલઝ શાળાના આચાર્યાશ્રી તેમજ શિક્ષકોએ સૌનેબઅભિનંદન પાઠવ્યા છે.
Comments
Post a Comment