Skip to main content

ખેરગામ BRC ખાતે કલા ઉત્સવ: જુદી-જુદી સ્પર્ધામાં વિદ્યાર્થીઓનો તેજસ્વી પ્રદર્શન.

   ખેરગામ BRC ખાતે કલા ઉત્સવ: જુદી-જુદી સ્પર્ધામાં વિદ્યાર્થીઓનો તેજસ્વી પ્રદર્શન. તારીખ: 01/12/2025ના દિને વિકસિત ગુજરાત @2047 થીમ હેઠળ તાલુકા કક્ષાનો કલા ઉત્સવ કાર્યક્રમ 2025-26 ખેરગામ ખાતે સ્થિત બી.આર.સી. ભવનમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ કલા ઉત્સવમાં નાંધઈ પ્રાથમિક શાળા, પાટી પ્રાથમિક શાળા, વિદ્યા મંદિર પણંજ પ્રાથમિક શાળા, કન્યા શાળા ખેરગામ, વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળા, ડેબરપાડા પ્રાથમિક શાળા, દેશમુખ ફળિયા કાકડવેરી પ્રાથમિક શાળા, મંદિર ફળિયા આછવણી પ્રાથમિક શાળા, બંધાડ ફળિયા પ્રાથમિક શાળા આછવણી અને કૃતિ ખડક પ્રાથમિક શાળા બહેજ સહિતની શાળાઓના વિદ્યાર્થીઓએ પોતાની ઉત્તમ પ્રતિભા પ્રદર્શિત કરી હતી. સ્પર્ધાઓમાં જીતેલા વિદ્યાર્થીઓ: 🔹 ચિત્ર સ્પર્ધા: વિદ્યા મંદિર પણંજ પ્રાથમિક શાળાની રિધ્ધિ હિતેશકુમાર પટેલ – પ્રથમ ક્રમાંક 🔹 બાળ કવિ સ્પર્ધા: નાંધઈ પ્રાથમિક શાળાની દૃષ્ટિ ભાવેશભાઈ પટેલ – પ્રથમ ક્રમાંક  🔹 સંગીત ગાયન સ્પર્ધા: દેશમુખ ફળિયા કાકડવેરી પ્રાથમિક શાળાની યુતિકાકુમારી સુનિલભાઈ ગાંગોડા – પ્રથમ ક્રમાંક 🔹 સંગીત વાદન સ્પર્ધા: પાટી પ્રાથમિક શાળ...

નવસારી : વાંસદા તાલુકાની કેલીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલને સાંદીપનિ ગુરુ ગૌરવ એવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

  નવસારી :  વાંસદા તાલુકાની કેલીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલને સાંદીપનિ ગુરુ ગૌરવ એવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

પૂજ્ય ભાઈશ્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં તા.૧૯-૦૭-૨૪ અને ૨૦-૦૭-૨૪, શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ ભાવપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતભરનાં  શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાને લઇ એવોર્ડ  માટે શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી.

જેમાં કેલિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલએ શાળા વિકાસ અને શિક્ષણમાં અવનવા શૈક્ષણિક સંશોધનો દ્વારા નવીન તકનિકીઓનો વિકાસ કરી શાળાને આગળ લાવવાનાં ઘનિષ્ઠ પ્રયાસો કરતાં રહે છે. તેમજ શાળાનાં ભૌતિક વાતાવરણ સમૃદ્ધ કરવા માટે લોકફાળો અને ગ્રામજનોના સહયોગ લેવામાં તેઓ આગળ રહ્યા છે. પર્યાવરણના જતન માટે તેમણે બીજબેંક શરૂ કરેલ છે. સેંકડો બીજનો સંગ્રહ તેમની શાળામાં જોવા મળે છે. જરૂરિયાતમંદોને તેઓ બીજનું વિતરણ પણ કરે છે. આવી ઉત્તમ પ્રકારની કામગીરીની સોડમ પ્રસરાવી રહ્યા છે. અહીં થોડા અંશોમાં તેમનો પરિચય રજૂ કર્યો છે.

એવોર્ડ પસંદગીની પ્રક્રિયા કઈ સંસ્થા દ્વારા અને કેવી રીતે કરવામાં આવે છે.

 પરમ ભાગવતકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની દિવ્ય પ્રેરણાથી સાંદીપનિ વિદ્યાનિકેતનમાં છેલ્લા અનેક વર્ષોથી આધ્યાત્મિક ક્ષેત્રે, શિક્ષણક્ષેત્રે, અને સામાજિક ક્ષેત્રે ઘણા ઉત્તમ કાર્યો થઈ રહ્યા છે. આજે સમાજ અને રાષ્ટ્રની ઉન્નતિમાં શિક્ષકો અને વિદ્યાલયો ખૂબ જ સારી રીતે પોતાનું અપ્રતિમ યોગદાન આપી રહ્યા છે. એવા સમયે તેઓનું યોગ્ય રીતે સન્માન થાય એ પણ આવશ્યક છે.

પૂજ્ય ભાઈશ્રીની પ્રેરણાથી સાંદીપનિ વિદ્યાનિકેતન દ્વારા વર્ષ-૨૦૧૪ થી ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ શિક્ષણના ક્ષેત્રમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપનારા વિશિષ્ટ સારસ્વતોનું મુખ્ય ત્રણ એવોર્ડ દ્વારા અને નાવીન્યતાથી કાર્ય કરનાર કેટલાક શિક્ષકોનું ભાવપૂજન કરવામાં આવે છે. જેમાં,

૧) લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ : જેઓએ પોતાનું સંપૂર્ણ જીવન શિક્ષણના ક્ષેત્રમાં વિતાવીને સમાજને ઉત્તમ યોગદાન આપ્યું હોય એવા મહાનુભાવ. ૨) આદર્શ ગુરુ ગૌરવ એવોર્ડ : એવા શિક્ષક કે જેઓએ શાળામાં શ્રેષ્ઠતમ કાર્ય કરીને સમાજમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હોય.

૩) ઉત્તમ વિદ્યામંદિર એવોર્ડ : એક એવું વિદ્યાલય કે શિક્ષણના ક્ષેત્રે ખૂબ જ શિષ્ટ-વિશિષ્ટ કાર્ય કર્યુ હોય.

આ ઉપરાંત રાજ્યના દરેક જિલ્લામાંથી એક શિક્ષક કે જેમણે પોતાની શાળામાં નવતર કાર્ય કે પ્રકલ્પ દ્વારા શિક્ષણને વધુ અસરકારક બનાવવા પ્રયત્ન કરલો હોય.

એવૉર્ડ ચયન સમિતિ દ્વારા ૨૦૨૪ વર્ષમાં નવસારી જિલ્લામાંથી 'શ્રેષ્ઠ શિક્ષક ગૌરવ એવૉર્ડ' માટે કેલીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલની પસંદગી કરતાં  એવૉર્ડ ચયન સમિતિએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.

નવસારી જિલ્લાના જિલ્લા અને પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોએ હાર્દિક અભિનંદન પાઠવ્યા.

Comments

Popular posts from this blog

ખેરગામ કુમાર શાળામાં આનંદ મેળો : શિક્ષણ અને મજા એકસાથે!

         ખે રગામ કુમાર શાળામાં આનંદ મેળો : શિક્ષણ અને મજા એકસાથે! શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું સીમિત નથી, પરંતુ જીવન સાથે જોડાયેલો અનૂભવ પણ એટલો જ મહત્વનો છે. ખેરગામ કુમાર શાળામાં આયોજિત  આનંદ મેળો  એ તેનું ઉત્તમ ઉદાહરણ છે. વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને સુંદર આયોજન આ મેળામાં શાળાનાં વિદ્યાર્થીઓએ વિવિધ વાનગીઓના સ્ટોલ તૈયાર કર્યા, જેમાં તેઓએ પોતાના હસ્તકૌશલ્ય અને ગાણિતિક બુદ્ધિનો ઉપયોગ કર્યો.  વિદ્યાર્થીઓએ ન માત્ર સ્વાદિષ્ટ વાનગી રજૂ કર્યું, પરંતુ વેચાણ દ્વારા આર્થિક વ્યવહાર અને વ્યવસાયિક કુશળતા પણ મેળવી. શિક્ષકો અને મહેમાનોનો સાથ આ અવસરને ખાસ બનાવવા માટે શાળાનાં આચાર્યશ્રી  પ્રશાંતભાઈ પટેલ ,  ખેરગામ બી.આર.સી. વિજયભાઈ પટેલ , શાળાનાં શિક્ષકો અને અન્ય સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સૌએ બાળકોની મહેનતને પ્રોત્સાહિત કરી અને તેમની વાનગીઓનો સ્વાદ માણ્યો. જીવન કૌશલ્ય અને ગાણિતિક કુશળતાનો વિકાસ આવા પ્રયોગશીલ શિક્ષણ દ્વારા બાળકો  મૂળભૂત ગણિત, ખર્ચ-આવકનું મેનેજમેન્ટ, ખરીદ-વેચાણની સમજૂતી અને વ્યવસાયિક કુશળતા  વિકસાવે છે. ઉપરાંત, સામાજિક કૌશલ્ય...

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત શ્રી અરવિંદભાઈ ગામીતને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. તાપી જિલ્લાનું શૈક્ષણિક ક્ષેત્ર હંમેશાં પ્રગતિશીલ રહ્યું છે અને તેમાં મહાન ભૂમિકા નિભાવનાર એક પ્રભાવશાળી શૈક્ષણિક યોદ્ધા છે—શ્રી અરવિંદભાઈ ગામીત. વ્યારા તાલુકાના ઝાંખરી ગામના વતની અરવિંદભાઈએ શિક્ષણ ક્ષેત્રે અવિરત પરિશ્રમ અને સમર્પણથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે. શૈક્ષણિક સફરનો પ્રારંભ શ્રી અરવિંદભાઈ ગામીતની પ્રથમ નિમણૂક 1993માં તાપી જિલ્લાના નિઝર (હાલ કુકરમુંડા) તાલુકાની પિશાવર પ્રાથમિક શાળામાં થઈ હતી. તે સમયે શાળામાં માત્ર ધોરણ 1 થી 4 ની વર્ગશાળા હતી અને તેઓ એકમાત્ર શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઘણી પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયત્નો કર્યા. શૈક્ષણિક વિકાસ અને ભૂમિકા 1998માં તેઓ ઉચ્છલ તાલુકામાં બદલી પામ્યા, જ્યાં તેમણે શિક્ષણક્ષેત્રે વધુ સુધારા અને નવાચર લાવ્યા. તેમના શૈક્ષણિક પ્રભાવને ઓળ...

Info Anand Gog : આણંદ જિલ્લાની સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી હાડગુડ પ્રાથમિક શાળામાં ઘડાઈ રહ્યું છે ૮૯૮ વિદ્યાર્થીઓનું ભાવિ

Info Anand Gog : આણંદ જિલ્લાની સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી હાડગુડ પ્રાથમિક શાળામાં ઘડાઈ રહ્યું છે ૮૯૮ વિદ્યાર્થીઓનું ભાવિ ચાલુ વર્ષે શાળાની માળખાગત સુવિધાઓથી પ્રભાવિત વાલીઓએ ૨૧ બાળકોને ખાનગી શાળા માંથી હાડગુડ પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવ્યો  * છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને હાડગુડ પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યો * હાડગુડ પ્રાથમિક શાળા એટલે.... ૩૦ કોમ્પ્યુટર સાથેની એસી સુવિધા ધરાવતી લેબ, ૩૦ સીસીટીવી કેમેરાથી સજ્જ શાળા તથા ફાયર સેફટીની અદ્યત્તન સુવિધાથી સજ્જ આધુનિક ભવન  * આણંદ, મંગળવાર : સરકારી શાળાઓમાં માળખાગત સુવિધાઓમાં વધારો થતાં અને આધુનિકીકરણ થતાં લોકોનો સરકારી શાળા તરફનો અભિગમ બદલાયો છે. આ અન્વયે આજે વાત કરવી છે, આણંદ જિલ્લા મથક થી માત્ર ‌ ૩ કિ.મી. દુર આવેલી પી.એમ.શ્રી યોજના અંતર્ગતની આદર્શ એવી હાડગુડ પ્રાથમિક શાળાની. આ એક એવી શાળા છે કે જેમાં ધોરણ ૦૧ થી ૦૮ માં ૮૯૮ જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભણી રહ્યા છે અને સરકારી શાળા હોવા છતાં દર વર્ષે વિદ્યાર્થીઓના પ્રમાણમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. હાડગુડ પ્રાથમિક શાળામાં વર્ષ ૨૦૨૪-૨૫ માં બાલ...