ખેરગામ BRC ખાતે કલા ઉત્સવ: જુદી-જુદી સ્પર્ધામાં વિદ્યાર્થીઓનો તેજસ્વી પ્રદર્શન. તારીખ: 01/12/2025ના દિને વિકસિત ગુજરાત @2047 થીમ હેઠળ તાલુકા કક્ષાનો કલા ઉત્સવ કાર્યક્રમ 2025-26 ખેરગામ ખાતે સ્થિત બી.આર.સી. ભવનમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ કલા ઉત્સવમાં નાંધઈ પ્રાથમિક શાળા, પાટી પ્રાથમિક શાળા, વિદ્યા મંદિર પણંજ પ્રાથમિક શાળા, કન્યા શાળા ખેરગામ, વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળા, ડેબરપાડા પ્રાથમિક શાળા, દેશમુખ ફળિયા કાકડવેરી પ્રાથમિક શાળા, મંદિર ફળિયા આછવણી પ્રાથમિક શાળા, બંધાડ ફળિયા પ્રાથમિક શાળા આછવણી અને કૃતિ ખડક પ્રાથમિક શાળા બહેજ સહિતની શાળાઓના વિદ્યાર્થીઓએ પોતાની ઉત્તમ પ્રતિભા પ્રદર્શિત કરી હતી. સ્પર્ધાઓમાં જીતેલા વિદ્યાર્થીઓ: 🔹 ચિત્ર સ્પર્ધા: વિદ્યા મંદિર પણંજ પ્રાથમિક શાળાની રિધ્ધિ હિતેશકુમાર પટેલ – પ્રથમ ક્રમાંક 🔹 બાળ કવિ સ્પર્ધા: નાંધઈ પ્રાથમિક શાળાની દૃષ્ટિ ભાવેશભાઈ પટેલ – પ્રથમ ક્રમાંક 🔹 સંગીત ગાયન સ્પર્ધા: દેશમુખ ફળિયા કાકડવેરી પ્રાથમિક શાળાની યુતિકાકુમારી સુનિલભાઈ ગાંગોડા – પ્રથમ ક્રમાંક 🔹 સંગીત વાદન સ્પર્ધા: પાટી પ્રાથમિક શાળ...
પોસ્ટ ક્રેડિટ: સંદેશ ન્યુઝ
વાંસદા તાલુકાની ત્રણ વર્ગશાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ સહાયવાંસદા-ડાંગ :અંતરિયાળ એવા વાંસદા તાલુકાની ડુંગરપાડા વર્ગ શાળા, વલ્લભ વર્ગ શાળા અને ભગરપાડા વર્ગ શાળામાં સી.આર.સી. કોઓર્ડિનેટર લીમઝરના ભરતભાઇ બી. ચૌધરીના પ્રયત્નથી ASC કંપની તરફથી બાળકોને નોટબુક, મીણિયા કલર, પેન્સિલ, માપપટ્ટી, સંચો, રબર વગેરે વિતરણ કરવામાં આવ્યા હતા. ત્રણેય શાળાના કુલ ૧૫૦ જેટલા બાળકોને કિટ વિતરણ કરવામાં આવી અને બાળકો દ્વારા કેક કાપવામાં આવી તેમજ નાસ્તો પણ કરાવવામાં આવ્યો. બાળકો અભ્યાસની કિટ મેળવી આનંદિત થયા હતાં. ત્રણે શાળાના આચાર્ય મનોજભાઈ, વૈશાલીબેન, દિનેશભાઇ, સ્ટાફમિત્રો અને SMCનાં સભ્યોએ આ ASC કંપની તરફથી બાળકોને મળેલા દાન માટે કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો.

Comments
Post a Comment