ખેરગામ BRC ખાતે કલા ઉત્સવ: જુદી-જુદી સ્પર્ધામાં વિદ્યાર્થીઓનો તેજસ્વી પ્રદર્શન. તારીખ: 01/12/2025ના દિને વિકસિત ગુજરાત @2047 થીમ હેઠળ તાલુકા કક્ષાનો કલા ઉત્સવ કાર્યક્રમ 2025-26 ખેરગામ ખાતે સ્થિત બી.આર.સી. ભવનમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ કલા ઉત્સવમાં નાંધઈ પ્રાથમિક શાળા, પાટી પ્રાથમિક શાળા, વિદ્યા મંદિર પણંજ પ્રાથમિક શાળા, કન્યા શાળા ખેરગામ, વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળા, ડેબરપાડા પ્રાથમિક શાળા, દેશમુખ ફળિયા કાકડવેરી પ્રાથમિક શાળા, મંદિર ફળિયા આછવણી પ્રાથમિક શાળા, બંધાડ ફળિયા પ્રાથમિક શાળા આછવણી અને કૃતિ ખડક પ્રાથમિક શાળા બહેજ સહિતની શાળાઓના વિદ્યાર્થીઓએ પોતાની ઉત્તમ પ્રતિભા પ્રદર્શિત કરી હતી. સ્પર્ધાઓમાં જીતેલા વિદ્યાર્થીઓ: 🔹 ચિત્ર સ્પર્ધા: વિદ્યા મંદિર પણંજ પ્રાથમિક શાળાની રિધ્ધિ હિતેશકુમાર પટેલ – પ્રથમ ક્રમાંક 🔹 બાળ કવિ સ્પર્ધા: નાંધઈ પ્રાથમિક શાળાની દૃષ્ટિ ભાવેશભાઈ પટેલ – પ્રથમ ક્રમાંક 🔹 સંગીત ગાયન સ્પર્ધા: દેશમુખ ફળિયા કાકડવેરી પ્રાથમિક શાળાની યુતિકાકુમારી સુનિલભાઈ ગાંગોડા – પ્રથમ ક્રમાંક 🔹 સંગીત વાદન સ્પર્ધા: પાટી પ્રાથમિક શાળ...
Dharampur: ધરમપુર તાલુકાની દોની ફળિયા પ્રાથમિક શાળાનો 53મો સ્થાપના દિવસ ઉજવાયો.
તારીખ ૧૩-૦૭-૨૦૨૪ નાં દિને ધરમપુર તાલુકાની દોની ફળીયા પ્રાથમિક શાળાના ૫૩માં સ્થાપના દિવસે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં માનનીય ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અને તેમના હસ્તે કેક કાપી સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગ્રામજનો, વાલીઓ, નાના નાના ભૂલકાઓ, શાળાના શિક્ષક ગણ તથા સંગઠનના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા
ધરમપુર તાલુકાની દોની ફળીયા પ્રાથમિક શાળાના ૫૩ માં સ્થાપના દિવસે કેક કાપી ઉજવણી કરવામાં આવી, જેમાં નાના નાના ભૂલકાઓ, શાળાના શિક્ષક ગણ તથા સંગઠનના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા...
Posted by Mla Arvind Patel on Saturday, July 13, 2024




Comments
Post a Comment