Khergam news : પ્રાથમિક શિક્ષણમાં નવી દિશા: GCERT માર્ગદર્શિત અંગ્રેજી (અજમાયશી) વિષયની તાલીમ યોજાઈ. તારીખ:- 12/12/2024 તાલીમ નું સ્થળ :- નાંધઈ પ્રાથમિક શાળા માર્ગદર્શન :- GCERT ગાંધીનગર સ્થાનિક માર્ગદર્શક :- જિલ્લા શિક્ષણ તાલીમ ભવન , નવસારી તારીખ :- 11/12/2024 ,વાર:- બુધવાર થી 12/12/2024 , વાર :- ગુરુવાર સુધી "ધોરણ 5 અંગ્રેજી વિષય અજમાયશી" બે દિવસીય તાલીમ GCERT ના માધ્યમ થી જીલ્લા શિક્ષણ તાલીમ ભવન , નવસારી દ્વારા "નાંધઈ પ્રાથમિક શાળા " ખાતે યોજાઈ હતી. જેમાં, વર્ગસંચાલકશ્રી ડાયેટના સિનિયર લેક્ચરર શ્રી રાજેશભાઈ પટેલ અને ખેરગામ તાલુકાના BRC શ્રી વિજયભાઈ પટેલ મહત્વપૂર્ણ માર્ગદર્શન અને વિષય સંબંધિત દોરવણીના આધારે તેમજ પ્રથમ દિવસે વિજયભાઈ દ્વારા પ્રાર્થના અને ભજન ગાઈ અને દ્વિતીય દિવસે અંગ્રેજી પ્રાર્થના અને ભજન કરી પ્રેકટીકલ વાતાવરણ અને ભાવાવરણ ઉભુ કરી શુભ શરૂઆત કરવામાં આવી. જેમાં એક દિવસે બાયસેગના માધ્યમથી GCERT દ્વારા તાલીમ વિશે તાલીમના અનુસંધાને ઓનલાઇન કાર્યક્રમ રોજે 11 થી 12 એમ કુલ 1 કલાક સુધી માહિતી મેળવ્યા પછી.., ત્યારબાદ ડાયેટ ના સિનિયર ...
Navsari news: નવસારીની જમાલપોર પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો. તારીખ ૦૯-૦૪-૨ ૦૨૪નાં દિને નવસારીની જમાલપોર પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. ધોરણ 8 ના બાળકોએ ધોરણ ૧ થી ૮ સુધીની તેમની શૈક્ષણિક સફર વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતાં. ધોરણ ૧ થી પોતાની શૈક્ષણિક કારકિર્દીની શરુઆત કરનાર બાળકને શિક્ષકનો માતૃપ્રેમ મેળવી તેમણે ધોરણ ૮ સુધીની સફર દરમ્યાન કેટકેટલા સારા નરસા પ્રસંગોમાંથી તેઓ પસાર થયા છે. બાળપણની સ્મૃતિઓ કદી ભૂલી શકાતી નથી. પોતાના અનુભવો રજૂઆત કરતી વખતે વિદ્યાર્થીઓ ભાવવિભોર બની તેમની આંખના ખૂણામાંથી આંસુ ડોક્યું કરતાં હતાં. શાળાનાં આચાર્યશ્રી ફુલચંદ ભગતાણી અને શાળાનાં શિક્ષક ઉપરાંત નવસારી જિલ્લા પ્રા.શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલે શાળા બાળકોને ભવિષ્યમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ ધોરણ -૮ નાં વર્ગશિક્ષક દ્વારા પણ બાળકો...
Comments
Post a Comment