Skip to main content

બહેજ પ્રાથમિક શાળાના બાળકોનો ખેરગામ તાલુકા કક્ષાની અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવમાં શાનદાર દેખાવ

   બહેજ પ્રાથમિક શાળાના બાળકોનો ખેરગામ તાલુકા કક્ષાની અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવમાં શાનદાર દેખાવ તારીખ 31 જુલાઈ, 2025ના ગુરુવારે ખેરગામ તાલુકા કક્ષાની અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ સ્પર્ધા ચીમનપાડા ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં બહેજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ઉજ્જવળ પ્રદર્શન કરીને શાળા અને ગામનું નામ રોશન કર્યું. કુલ 13 બાળકોએ આ સ્પર્ધામાં વિજેતા બનીને શાનદાર સફળતા હાંસલ કરી. જેમાં 7 બાળકોએ પ્રથમ, 2 બાળકોએ દ્વિતીય અને 4 બાળકોએ તૃતીય સ્થાન મેળવ્યું. વિજેતા બાળકોની યાદી: 100 મીટર દોડ : દર્પણ હરીશભાઈ પટેલ - તૃતીય દિશા મહેશભાઈ પટેલ - તૃતીય 200 મીટર દોડ : પ્રિતેશ જીજ્ઞેશભાઈ પટેલ - દ્વિતીય ધ્રુવી દિનેશભાઈ બોરછા - પ્રથમ 400 મીટર દોડ : જૈનિશ હિમંતભાઈ પટેલ - દ્વિતીય નિધી બળવંતભાઈ પટેલ - પ્રથમ 600 મીટર દોડ : મિત મહેશભાઈ ગાયકવાડ - પ્રથમ ત્વેશા અજયભાઈ પટેલ - પ્રથમ લાંબી કૂદ : તન્વી રાજુભાઈ બોરછા - પ્રથમ ઉંચી કૂદ : યંશ રાકેશભાઈ વાઢિયા - પ્રથમ નિશા મહેશભાઈ પટેલ - પ્રથમ ચક્ર ફેંક : કૃષાગ જયેશભાઈ સાવરા - તૃતીય ગોળા ફેંક : કૃષાગ જયેશભાઈ સાવરા - તૃતીય  ખેરગામ તાલુકા પ્રાથમિક શિક...

શિક્ષણમાં નવતર પ્રયાસો: નાંધઈ પ્રાથમિક શાળામાં અંગ્રેજી તાલીમનું આયોજન.

 શિક્ષણમાં નવતર પ્રયાસો: નાંધઈ પ્રાથમિક શાળામાં અંગ્રેજી તાલીમનું આયોજન.

ખેરગામ, 10 ડિસેમ્બર 2024:

જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, નવસારી અને GCERT ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ 9 અને 10 ડિસેમ્બર 2024ના રોજ નાંધઈ પ્રાથમિક શાળા ખાતે ધોરણ 3 થી 5ના અંગ્રેજી વિષયના શિક્ષકો માટે બે દિવસીય તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ થઈ.


DIETના સિનિયર લેક્ચરરશ્રી રાજેશભાઈ પટેલ અને ખેરગામ તાલુકાના BRC વિજયભાઈ પટેલના ઉદઘાટન માર્ગદર્શન સાથે તાલીમનો પ્રારંભ થયો. શાળાના શિક્ષકો માટે આ તાલીમમાં પ્રાયોગિક અભિગમ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું, જેમાં અભિનય ગીતો, રમતો, વાર્તાઓ, ચિત્ર વર્ણન અને પ્રવૃત્તિઓ દ્વારા શીખવવાની નવી પદ્ધતિઓ રજૂ કરવામાં આવી.


શિક્ષકોના ઊંડા રસ અને ઉત્સાહ વચ્ચે વિષય તજજ્ઞશ્રી રાહુલ રાજુ કુંવર (પ્રા.શાળા તોરણવેરા) અને હિરેનભાઈ પટેલ (લહેરકા ફળિયા પ્રા.શાળા) દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણને સરળ, રસપ્રદ અને અસરકારક બનાવવાના ઉદ્દેશ પર કામ કરાયું.


આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ શિક્ષકોને એવા ઉપાયો શિખવવાનું હતું જે વિદ્યાર્થીઓમાં અંગ્રેજી વિષય પ્રત્યેનું ભય દૂર કરે અને તેમની નિડરતા વધારે. સાથે જ, ધોરણ 3 થી 5ના અભ્યાસક્રમમાં મળતી કઠિન નિષ્પત્તિઓ ઉકેલવા માટેના પ્રવૃત્તિ આધારિત અભિગમ પર ભાર મૂકાયો.


આ આયોજનની સફળતામાં સહભાગી તમામ શિક્ષક મિત્રોએ મહત્વનું યોગદાન આપ્યું. આ તાલીમ શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા અને વિદ્યાર્થીઓ માટે ભણતર આનંદમય બનાવવામાં મજબૂત આધારરૂપ રહેશે.
































#KhergamNews #EducationProgress #ActivityBasedLearning #EnglishTraining #DIETNavsari #GCERT #TeacherTraining #SchoolEducation #EducationalEfforts #StudentLearning


Comments

Popular posts from this blog

Info Anand Gog : આણંદ જિલ્લાની સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી હાડગુડ પ્રાથમિક શાળામાં ઘડાઈ રહ્યું છે ૮૯૮ વિદ્યાર્થીઓનું ભાવિ

Info Anand Gog : આણંદ જિલ્લાની સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી હાડગુડ પ્રાથમિક શાળામાં ઘડાઈ રહ્યું છે ૮૯૮ વિદ્યાર્થીઓનું ભાવિ ચાલુ વર્ષે શાળાની માળખાગત સુવિધાઓથી પ્રભાવિત વાલીઓએ ૨૧ બાળકોને ખાનગી શાળા માંથી હાડગુડ પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવ્યો  * છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને હાડગુડ પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યો * હાડગુડ પ્રાથમિક શાળા એટલે.... ૩૦ કોમ્પ્યુટર સાથેની એસી સુવિધા ધરાવતી લેબ, ૩૦ સીસીટીવી કેમેરાથી સજ્જ શાળા તથા ફાયર સેફટીની અદ્યત્તન સુવિધાથી સજ્જ આધુનિક ભવન  * આણંદ, મંગળવાર : સરકારી શાળાઓમાં માળખાગત સુવિધાઓમાં વધારો થતાં અને આધુનિકીકરણ થતાં લોકોનો સરકારી શાળા તરફનો અભિગમ બદલાયો છે. આ અન્વયે આજે વાત કરવી છે, આણંદ જિલ્લા મથક થી માત્ર ‌ ૩ કિ.મી. દુર આવેલી પી.એમ.શ્રી યોજના અંતર્ગતની આદર્શ એવી હાડગુડ પ્રાથમિક શાળાની. આ એક એવી શાળા છે કે જેમાં ધોરણ ૦૧ થી ૦૮ માં ૮૯૮ જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભણી રહ્યા છે અને સરકારી શાળા હોવા છતાં દર વર્ષે વિદ્યાર્થીઓના પ્રમાણમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. હાડગુડ પ્રાથમિક શાળામાં વર્ષ ૨૦૨૪-૨૫ માં બાલ...

અમરેલીની અનોખી સ્માર્ટ શાળા...!!

 અમરેલીની અનોખી સ્માર્ટ શાળા...!! "ભાર વિનાના ભણતર અને સહ-અભ્યાસ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓના જીવનનું ઘડતર..." અમરેલીની અનોખી સ્માર્ટ શાળા...!! "ભાર વિનાના ભણતર અને સહ-અભ્યાસ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓના જીવનનું ઘડતર..." #Education   #Amreli   #GovtSchool   #GujaratSarkar   #SmartSchool #KhajuriPrathmikShala   #NewSunriseGuj   pic.twitter.com/gTSpSh6fnV — Gujarat Information (@InfoGujarat)  September 1, 2024 અમરેલીની અનોખી સ્માર્ટ શાળા...!! "ભાર વિનાનું ભણતર અને સહ-અભ્યાસ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓના જીવનનું ઘડતર..." CMO... Posted by  Gujarat Information  on  Sunday, September 1, 2024

આહવા (ડાંગ) : ડાંગ જિલ્લો ખેલ મહાકુંભની આર્ચરી સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે

  આહવા (ડાંગ) : ડાંગ જિલ્લો ખેલ મહાકુંભની આર્ચરી સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે