તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત શ્રી અરવિંદભાઈ ગામીતને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. તાપી જિલ્લાનું શૈક્ષણિક ક્ષેત્ર હંમેશાં પ્રગતિશીલ રહ્યું છે અને તેમાં મહાન ભૂમિકા નિભાવનાર એક પ્રભાવશાળી શૈક્ષણિક યોદ્ધા છે—શ્રી અરવિંદભાઈ ગામીત. વ્યારા તાલુકાના ઝાંખરી ગામના વતની અરવિંદભાઈએ શિક્ષણ ક્ષેત્રે અવિરત પરિશ્રમ અને સમર્પણથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે. શૈક્ષણિક સફરનો પ્રારંભ શ્રી અરવિંદભાઈ ગામીતની પ્રથમ નિમણૂક 1993માં તાપી જિલ્લાના નિઝર (હાલ કુકરમુંડા) તાલુકાની પિશાવર પ્રાથમિક શાળામાં થઈ હતી. તે સમયે શાળામાં માત્ર ધોરણ 1 થી 4 ની વર્ગશાળા હતી અને તેઓ એકમાત્ર શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઘણી પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયત્નો કર્યા. શૈક્ષણિક વિકાસ અને ભૂમિકા 1998માં તેઓ ઉચ્છલ તાલુકામાં બદલી પામ્યા, જ્યાં તેમણે શિક્ષણક્ષેત્રે વધુ સુધારા અને નવાચર લાવ્યા. તેમના શૈક્ષણિક પ્રભાવને ઓળ...
Khergam: પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. તારીખ : 28-06-2024નાં દિને પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે પહાડ ફળિયા અને વેણ ફળિયા પ્રાથમિક શાળાનો સયુંકત કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી તેજેન્દ્ર પટેલ પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર સચિવશ્રી તથા શ્રી એ.એમ. પટેલ, ઈનચાર્જ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી નવસારીની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. બાલવાટિકાનાં 9 બાળકો અને ધોરણ -1 નાં 2 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે બાલવાટિકાનાં બાળકોને વેણ ફળિયાનાં દાતાશ્રી વેસ્તીબેન બાલુભાઈ પટેલ તરફથી સ્વ. બાલુભાઈનાં સ્મરણાર્થે તમામ બાળકોને છત્રી આપવામાં આવી હતી. જ્યારે ભૈરવી ગામના મયુરીબેન ગણેશભાઈ પટેલ તરફથી શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. દાતાશ્રીઓ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાયઝન અઘિકારી ટીનાબેન પટેલ (સી.આર.સી. પાટી), વૈશાલીબેન સોલંકી( સી.આર.સી. પાણીખડક),ગામનાં આગેવાન ચંદુભાઈ...