નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી: 'શિક્ષક પ્રતિષ્ઠા' પેનલનો ગૌરવપૂર્ણ વિજય! તારીખ: ૫ ઓક્ટોબર, ૨૦૨૫ સ્થળ: કોળી સમાજ વાડી, ખડસુપા બોડીંગ, ખડસુપા, તા.જિ. નવસારી શિક્ષણના ક્ષેત્રમાં નવસારી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોની સંગઠિત શક્તિનું પ્રતિનિધિત્વ કરતી નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી આજે ભવ્ય રીતે પૂર્ણ થઈ. આ ઐતિહાસિક ઘટના કોળી સમાજ વાડી, ખડસુપા બોડીંગ ખાતે યોજાઈ, જ્યાં ગણદેવીના અજુવેન્દ્ર પટેલની આગેવાની હેઠળની 'શિક્ષક પ્રતિષ્ઠા' પેનલ એ અદ્ભુત વિજય મેળવ્યો. આ વિજય માત્ર એક પેનલની જીત નથી, પરંતુ શિક્ષક વર્ગની એકતા અને તેમની પસંદગીની મજબૂત અભિવ્યક્તિ છે. ચૂંટણીની વિગતો: સ્પર્ધા અને વિજયની કથા આ ચૂંટણીમાં સંઘના મહત્વના પદો માટે મતદાન યોજાયું હતું, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, કોષાધ્યક્ષ અને ખજાનચી ના ઉમેદવારોની ચૂંટણીનો સમાવેશ થતો હતો. બંને પેનલો – 'શિક્ષક પ્રતિષ્ઠા' અને શિક્ષક સમર્પિત – ના ઉમેદવારો અત્યંત સક્ષમ અને અનુભવી હતા. તેમ છતાં, શિક્ષક સમુદાયે તેમની વિઝન અને કાર્યક્ષમતા પર આધારિત પસંદગી કરી, અને 'શિક્ષક પ્રતિષ્ઠા' પેનલના ...
સંતરામપુરનાં પાદરી ફળિયા પ્રાથમિક શાળાના કર્તવ્યનિષ્ઠ અને પ્રેરણાદાયી મદદનીશ શિક્ષિકાનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો.
સંતરામપુરનાં પાદરી ફળિયા પ્રાથમિક શાળાના કર્તવ્યનિષ્ઠ અને પ્રેરણાદાયી મદદનીશ શિક્ષિકાનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો. આજરોજ સંતરામપુર ખાતે પાદરી ફળિયા પ્રાથમિક શાળા, સંતરામપુરના કર્તવ્યનિષ્ઠ અને પ્રેરણાદાયી મદદનીશ શિક્ષિકા શ્રીમતી મનિષાબેન પૂંજાલાલ શાહ (રાજ્ય, ચિત્રફૂટ અને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા)ના વયનિવૃત્તિ સન્માન સમારોહ પ્રસંગે ઉપસ્થિત રહી વય નિવૃત્તિ બાદનું જીવન નિરોગી રહે તેવી શુભકામનાઓ પાઠવી.. આ પ્રસંગે કેબિનેટ મંત્રી ડૉ. કુબેર ડિંડોર સાહેબ, શ્રી જિલ્લા પ્રખુખ શ્રી દશરથભાઇ બારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબુભાઇ પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી પિનાકીનભાઇ શુક્લા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ વળવાઇ, જિલ્લા ઉપાઘ્યક્ષ શ્રી ભગવતસિંહ પુવાર, APMC ના ચેરમેન શ્રી શાંતિલાલ પટેલ, તાલુકા મંડળના પ્રમુખ શ્રી બળવંતભાઈ પટેલીયા, , તાલુકાના CRC શ્રીઓ, BRC શ્રીઓ, શિક્ષકશ્રીઓ, સમાજના અગ્રણીઓ, વડીલો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ સંતરામપુર ખાતે પાદરી ફળિયા પ્રાથમિક શાળા, સંતરામપુરના કર્તવ્યનિષ્ઠ અને પ્રેરણાદાયી મદદનીશ શિક્ષિકા શ્રીમતી... Posted by Dr Kuber Dindor o...